Saturday, April 27, 2024
HomeGujaratપુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા રાજપુત કરણી સેનાએ ગુજરાત પ્રદેશ મહામંત્રીએ વડાપ્રધાનને...

પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા રાજપુત કરણી સેનાએ ગુજરાત પ્રદેશ મહામંત્રીએ વડાપ્રધાનને પત્ર લખ્યો

તાજેતરમાં રાજકોટમાં રૂખી સમાજના એક કાર્યક્રમમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને ભાષા ઉપરની જબરી પકડ માટે જાણીતા પુરૂષોતમભાઇ રૂપાલાએ ભારતના ઇતિહાસમાં અમુલ્‍ય યોગદાન આપનાર ક્ષત્રીય સમાજ વિશે અભદ્ર ટીપ્‍પણી કરી હતી. જેનો વિડીયો વાયરલ થયા બાદ સૌરાષ્‍ટ્ર-ગુજરાતના ક્ષત્રીય રાજપૂતોમાં પ્રચંડ રોષ જનમ્‍યો છે. અને હવે રાજકોટ બેઠક પરથી ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ અંગે કરેલી ટીપ્પણીના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યાં છે. રાજપૂત સમાજે મોરચો માંડ્યો છે. પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માગ સાથે વડાપ્રધાનને પત્ર લખવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

રાજપૂત કરણી સેના દ્વારા વડાપ્રધાનને પત્ર લખી માંગ કરાઈ છે કે, ચુંટણીના અનુસંધાને સાંસદ અને કેન્દ્રીય મંત્રી રહી ચુકેલ પુરૂષોતમ રૂપાલાએ રાષ્ટ્રના ગૌરવવંતા ક્ષત્રિય સમાજ વિષે અભદ્ર અશોભનીય – અત્યંત વિકૃત માનસિકતાભરેલા શબ્દો સાથે ટિપ્પણી કરેલ છે. તેનાથી સંગઠનોમાં તીવ્ર રોષ તથા ન કલ્પી શકાય તેવો ગુસ્સો તથા સહન ન થઈ શકે તેવી રોષસભર જવાલા પ્રવર્તે છે. રાષ્ટ્રની સુરક્ષા -સલામતિ અને અસ્મિતાના જાગ્રત પ્રહરી સમાન ક્ષત્રિય સમાજે લાખો બલિદાન આપી શહીદી અર્પી દેશની ધરોહરને વખતોવખત ચિરંજીવ રાખેલ છે. દુઃખની વાત એ છે કે કેન્દ્રીય મંત્રી અને સાંસદ જેવી જવાબદાર જાહેર જીવનની વ્યકિત ઈતિહાસ જાણ્યા વિના હકીકત જાણ્યા વિના ફકત ને ફકત ટૂંકી સ્વાર્થ બુધ્ધિથી રાજકીય લાભ મેળવવા આવા બેજવાબદારીભર્યા મનઘડંત નિવેદનો આપે તે હકીકતમાં ખુબ જ દુઃખદ છે. સમગ્ર રાજપુત સમાજ ખુબ જ વ્યથિત છે અને ઉંડા આઘાતની લાગણી અનુભવે છે. સમગ્ર રાજપુત સમાજ તેમજ સંગઠનોની સ્પષ્ટ લેખીત માંગણી કરી છે કે, આવા ઉઘ્ધત બેજવાબદાર અને સમાજવિરોધી અને સમાજની અસ્મિતાને વિકૃત માનસિકતાથી ઠેસ પહોંચાડનાર પુરૂષોતમ રૂપાલાને ફકત રાજકોટ બેઠક જ નહિ પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં એકપણ સ્થળેથી ચૂંટણી લડવા માટે ટિકીટ ન આપે અને આપેલ ટિકીટની ફાળવણી રદ કરી રાજપુત સમાજની તીવ્ર આક્રોશ સંવેદના અને લાગણીઓને વાચા આપી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!