મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા આગામી ૧૨ ઓક્ટોબરને શનિવારના રોજ શહેરના મુખ્ય માર્ગો ઉપર ભવ્ય મહારેલી બાદ શકત શનાળા ગામ ખાતે શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજયા દશમીના પાવન પર્વ ઉપર ભવ્ય જાજરમાન મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૨ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ બપોરે ૨.૩૦ કલાકે સામેકાંઠે મહારાણા પ્રતાપજી સર્કલથી આ મહારેલીને પ્રસ્થાન કરાવી શહેરના મુખ્ય માર્ગો ઉપર વાજતે ગાજતે પસાર થઈ શકત શનાળા ગામ સુધી યોજાશે ત્યારબાદ શકત શનાળા શક્તિ માતાજી મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્ર પૂજન કરવામાં આવશે, આ મહારેલી તથા શસ્ત્રપૂજન કાર્યક્રમમાં મોરબી જીલ્લાના રાજપૂત સમાજના ભાઈઓ બહોળી સંખ્યામાં જોડાશે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.