રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા દ્વારા આજરોજ વાંકાનેર એસ.ટી. ડેપોની મુલાકાત લેવામાં આવી હતી.જેમાં કેશરીદેવસિંહે ડેપો માટેની સુવિધા માટે કોઈ તકલીફ કે વધારાની જરૂરિયાત બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા દ્વારા આજ રોજ વાંકાનેર એસ. ટી. ડેપો ખાતે મુલાકાત કરવામાં આવી હતી. જેમાં એસ.ટી. રાજકોટ વિભાગના વિભાગીય નિયામક સાથે ટેલિફોનિક વાત કરી કર્મચારીઓ માટે તેમજ ડેપો માટેની અન્ય કોઈ સુવિધા માટે કોઈ તકલીફ કે વધારાની જરૂરિયાત બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજકોટ એસ. ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા. ડી. જાડેજા અને વાંકાનેર ડેપો મેનેજર હિરેનભાઈ પરમાર હાજર રહી કેશરીદેવસિંહનું અભિવાદન સાથે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર ડેપોના કર્મચારીઓને લગતા કોઈ પ્રશ્નનો કે ડેપો ખાતે આગામી જરૂરિયાત બાબતે જે કઈ પણ તકલીફ વાળી જરૂરિયાત હોય તે ચર્ચા કરી હતી. જેમાં ખાસ વાંકાનેર એસ.ટી. ડેપોમાં ATS કંપની દ્વારા ઓટોમેટિક બસની સફાઈ માટે મુકવામાં આવેલ મશીનનું નિરીક્ષણ કરી સારૂ કાર્ય જોઈને મુસાફર જનતા માટે સ્વચ્છતા જળવાઈ રહે તે સંદેશથી ખુશ થઈ વાંકાનેર ડેપોના કર્મચારીઓની ટીમના દરેક કાર્યોને બિરદાવ્યા હતા. જેમાં રાજકોટ એસ. ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા. ડી. જાડેજા અને વાંકાનેર ડેપો મેનેજર સાથે સાંસદ દ્વારા આખા ડેપોમાં મુલાકાત લઈને સરકાર દ્વારા સ્વચ્છતા માટેના પ્રયત્નનું વાંકાનેર ડેપો ખાતે ખુબ સારૂ પાલન થતું હોય જે કર્યોની પ્રસંશા કરવામાં આવી હતી. વાંકાનેર ડેપો મેનેજર અને વાંકાનેર એસ. ટી કર્મચારીઓને ખાસ સાંસદ દ્વારા આગવા અંદાજમાં સહજ ભાવે કહેવામાં આવ્યું કે જયુભા વય મર્યાદાના કારણે નિવૃત થાય પણ જેમ રાજકોટ વિભાગ અને વાંકાનેર ડેપો પ્રત્યે વફાદારી સાથે અને નિગમ તેમજ કર્મચારીઓ અને મુસાફરો માટે જે જેહમત મહેનત પ્રમુખ જયુભા. ડી. જાડેજા સારા કાર્યો કરવામાં આવ્યા છે. તે ભાવના, લાગણીઓ તેમાંથી શીખી લેજો અને બધા કર્મચારીઓ એક પરીવાર તરીકે કાર્યો કરજો.જેમાં કઈ પણ મદદની જરૂર હોય તો હું સહકાર આપવા સાથે છું. તેવું લાગણીઓ સાથે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.