Wednesday, November 11, 2026
HomeGujaratમોરબીમાં રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્રની સેવાકીય પહેલ:પિતા વિહોણી ૧૧૧ દીકરીઓના પરિવારજનોને...

મોરબીમાં રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્રની સેવાકીય પહેલ:પિતા વિહોણી ૧૧૧ દીકરીઓના પરિવારજનોને કોઈ પણ દવા પડતર કિંમતે અપાશે

🙏 “સેવા એજ સત્કર્મ ” 🙏 દીકરીઓ અને તેમના પરિવારોને આર્થિક સહાયરૂપ બનવાના ઉમદા હેતુસર, રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા એક ખાસ અને નમ્ર સેવાકીય પહેલ શરૂ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી ૧૧૧ દીકરીઓના પરિવારજનો માટે કોઈપણ પ્રકારની બીમારીની દવાઓ એકપણ રૂપિયાના નફા વગર, ફક્ત “પડતર કિંમતે (Cost-to-Cost)” પૂરી પાડવામાં આવશે. જેથી મોંઘી દવાઓના કારણે કોઈને પણ આર્થિક અગવડતા ન પડે.

📝 નોંધણી (Registration) પ્રક્રિયા:

હાલ માં મોરબી શહેર સ્થાયી દીકરીઓએ પોતાના આધાર કાર્ડની ઝેરોક્ષ પર હાલમાં તેમની સાથે રહેતા સભ્યોના નામ તથા પૂરા સરનામા સાથે મેડિકલ સેવા કેન્દ્રના વોટ્સએપ નંબર 96871 25111 પર ફોટો મોકલી આપવાનો રહેશે.રજીસ્ટ્રેશન થયાની જાણ આપને મેસેજ દ્વારા કરવામાં આવશે.

💡 (હાલ પૂરતી આ શરૂઆત ૧૧૧ દીકરીઓથી કરવામાં આવી છે, ભવિષ્યમાં આ સંખ્યા વધારવા માટે અમારા પૂરા પ્રયાસો રહેશે.)

💊 સામાન્ય જનતા માટે વિશેષ રાહત:

આ સિવાય બાકીના તમામ લોકો માટે પણ “રામ રાહત દરે” તમામ પ્રકારની દવાઓ, સર્જિકલ તથા કોસ્મેટિક પ્રોડક્ટ્સ ઉપલબ્ધ રહેશે.

આગળની તમામ સેવાકીય માહિતી અને અપડેટ્સ મેળવવા માટે રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્રના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા વિનંતી છે.(ગ્રુપ લિંક અને QR કોડ અહી સામેલ છે)

📍 સ્થળ: મહેશ હોટેલ સામે

ઉમિયા મોબાઈલ ની બાજુમાં

સનાળા રોડ, મોરબી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!