Thursday, January 9, 2025
HomeGujaratઅયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનુ મોરબીના રામભક્તોએ કર્યું ઢોલ નગારા...

અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનુ મોરબીના રામભક્તોએ કર્યું ઢોલ નગારા સાથે સ્વાગત

અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનુ સમગ્ર શક્તિપ્લોટ તથા કાયાજીપ્લોટના રામભક્તો દ્વારા ભવ્યાતિભવ્ય બેન્ડબાજા સાથે સ્વાગત કરાયું હતું જ્યારે મહિલાઓ દ્વારા સામૈયુ કરવામાં આવ્યું હતું. તેમજ કળશ યાત્રા ક્યાજી પ્લોટ – ૮ ખાતે પહોંચતા મોટી સંખ્યા રામ ભક્તોને ઉપસ્થિત રહી મહા આરતીમાં જોડાયા હતા.

- Advertisement -
- Advertisement -

અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનુ સમગ્ર શક્તિપ્લોટ તથા કાયાજીપ્લોટના રામભક્તો દ્વારા ભવ્યાતિભવ્ય બેન્ડવાજા સાથે સ્વાગત કરાયું હતું જ્યારે મહિલાઓ દ્વારા સામૈયુ કરવામાં આવ્યું હતું. મણીધર હનુમાન મંદિર મહંત હરી ચરણદાસજી ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ સ્વ.કનુભાઈ કેશવલાલ પંડિતના નિવાસસ્થાને પ્રમુખ હાઈટ્સ ખાતે રાખવામાં આવ્યો હતો. જે કાર્યક્રમના ભાજપ મોરબી જીલ્લા મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, બક્ષિપંચ મોરચાના મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ નિર્મલભાઈ જારીયા, મોરબી શહેર ભાજપ ઉપ પ્રમુખ પરેશભાઈ કચોરીયા, ક્ષત્રિય સમાજ અગ્રણી દિગ્વીજયસિંહ જાડેજા, મોરબી જિલ્લા યુવા ભાજપના કારોબારી સભ્ય નૈમિષભાઈ પંડિત, મોરબી પ્રખંડના બજરંગદળના સંયોજક રૂપેશભાઇ રાણપરા, મોરબી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ સી. ડી. રામાવત, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી શહેરના અઘ્યક્ષ ભાવિનભાઈ ઘેલાણી,રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જિલ્લા અધ્યક્ષ નેવિલભાઈ પંડિત, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જિલ્લાના મહામંત્રી શ્યામભાઈ ચૌહાણ, મોરબી જિલ્લા રાષ્ટ્રીય બજરંગ દળના ઉપાધ્યક્ષ લખનભાઈ કક્કડ, મોરબી જિલ્લાના હિન્દુ યુવા વાહિની સહ પ્રભારી વિવેકભાઈ સીતાપરા, તેમજ તેજસભાઈ બારા, મનીષભાઈ હીરાણી અને મનોજભાઈ પંડિત સહિતના મોરબીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે અક્ષત કળશની વાજતે ગાજતે યાત્રા શક્તિપ્લોટ મેઇન રોડ થઈને મણીધર હનુમાન મંદિર સુધી યોજાઇ હતી. જેમાં સર્વે ભક્તોએ યાત્રાના દર્શન અને પૂજનનો લાભ લઇ શકે એ માટે સ્થાપન કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ યાત્રા મુખ્ય માર્ગો થઈને ક્યાજી પ્લોટ – ૮ ખાતે પહોંચતા મોટી સંખ્યા રામ ભક્તોને ઉપસ્થિત રહી મહા આરતીમાં ભાગ લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!