Friday, March 27, 2026
HomeGujaratગજાનન પાર્ક સોસાયટીમાં રામ નવમીની ભવ્ય ઉજવણી, શોભાયાત્રાથી ગુંજ્યો વિસ્તાર

ગજાનન પાર્ક સોસાયટીમાં રામ નવમીની ભવ્ય ઉજવણી, શોભાયાત્રાથી ગુંજ્યો વિસ્તાર

મોરબી: રામ નવમીના પાવન પર્વની સમગ્ર જિલ્લામાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે લીલાપર કેનાલ રોડ પર આવેલ ગજાનન પાર્ક સોસાયટીમાં પણ ભવ્ય રીતે રામ જન્મોત્સવ ઉજવાયો હતો.

- Advertisement -
- Advertisement -

સોસાયટીના 15 થી વધુ એપાર્ટમેન્ટના રહીશો એકતાથી જોડાઈ ઉજવણીમાં જોડાયા હતા. અબીલ-ગુલાલની છોળાઓ વચ્ચે ઢોલ-નગારાના તાલે એસપી રોડ ચોકડીથી શરૂ થયેલી ભવ્ય શોભાયાત્રા આખી ગજાનન પાર્ક સોસાયટીમાં ફરી હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.

શોભાયાત્રામાં નાના બાળકોએ પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનના વેશ ધારણ કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. દિવસભર વડીલો અને રહીશો દ્વારા રામધૂનનું ગાન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાનું વિવિધ એપાર્ટમેન્ટ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

શોભાયાત્રા દરમિયાન પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અંતે પ્રભુ શ્રી રામની આરતી ઉતારી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન ગજાનન પાર્ક સોસાયટીમાં રામમય માહોલ છવાયો રહ્યો અને ‘જય શ્રી રામ’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!