આજ રોજ તા.૨૧/૦૩/૨૦૨૬ના રોજ પવિત્ર રમજાન ઈદના તહેવાર નિમિત્તે મોરબી સબ જેલ ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેલમાં રહેલા મુસ્લિમ બંદિઓ માટે નમાજ અદા કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, જેલ પ્રશાસન દ્વારા ધાર્મિક ભાવનાઓને માન આપી શાંતિપૂર્ણ વાતાવરણમાં નમાજ અદા થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બંદિઓએ એકતા અને ભાઈચારા સાથે નમાજ અદા કરી ઈદની ખુશીઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જેલ અધિકારીઓ દ્વારા તમામ મુસ્લિમ બંદિઓને રમજાન ઈદની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જેલ તંત્રના આ માનવતાવાદી પ્રયાસને લઈ સકારાત્મક સંદેશ ફેલાયો છે.









