હળવદ શહેર અને તાલુકા ના વિવિધ રામજી મંદિરો સહિતલ હવન,ધુન,મહાઆરતી,ભોજન, ભક્તિ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયાં હતા.
હળવદ તાલુકાના વિવિધ રામજી મંદિરોમાં રામ જન્મોત્સવની ઉજવણી હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી.પથંકના વિવિધ રામ મંદિરો તેમજ ક્રુષ્ણ મંદિરો ખાતે રામનવમી ની ભવ્ય થી ભવ્ય ઉજવણી કરવામાં આવી.લક્ષ્મીનારાયણ મંદિર હળવદ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે બપોર 12 કલાકે મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા, લક્ષ્મીનારાયણ મંદિર.હળવદ ના મહંત દિપકદાસજી મહારાજે ઉપસ્થિત ભક્તોને આશિર્વચન પાઠવ્યા હતા,સમગ્ર તાલુકામાં રામનવમી ની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી,વહેલી સવાર થી જ ભક્તો રામલલ્લા ના દર્શન કરવા ઉમટી પડ્યા હતા.વિવિધ રામજી મંદિરોમાં વિવિધ કાર્યકાર્યક્રમો રાખવામાં આવ્યા હતા,જેમાં શૃંગાર પૂજા, 12 કલાકે બપોરે આરતી, ભજન કીર્તન અને સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.તાલુકાના અન્ય રામજી મંદિરોમાં અને ક્રુષ્ણ મંદિરો માં રામનવમી ની ભવ્ય થી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.