નવા વર્ષના પ્રથમ દિવસે જ રામધન આશ્રમ મોરબી ખાતે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળનો 13મો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. અને કે.જી.થી લઈ ધોરણ 12 ના બાળકો માટે રમત-ગમત સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં રમાયેલ દરેક રમતમાં 1 થી 3 નંબર મેળવનાર બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા 11 જેટલા દાતાઓએ આયોજકોને સહયોગ આપ્યો હતો. અને કારોબારી કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં મોરબીના તમામ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આહીર સમાજના શ્રેષ્ઠીઓએ મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળની કામગીરીને બિરદાવી હતી. તેમજ આ કાર્યક્રમનું સ્ટેજ પરથી થતું સંચાલન રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સ્વાગત પ્રવચન મયુરભાઈ ગજીયાએ તો આભાર વિધિ વિજયભાઈ કાનગડ દ્વારા કરવામાં આવી હતી. અજયભાઇ ડાંગર દ્વારા મંડળની કાર્યસૂચિ જણાવવામાં આવી હતી. જયારે ભાવેશ્વરીબેન, ચંદુભાઈ અને જીવણભાઈ ડાંગર દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવ્યા હતા. આ સાથે 500 જેટલા કર્મચારી પરિવારજનોએ સાથે મળી ભોજન લીધું હતું. સાથે સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત પત્રકારોનું તથા દાતાઓનું સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું.