રાજકોટ ગ્રામ્ય ACB એક બાદ એક લાંચિયા બાબુઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે આજે રાજકોટ ગ્રામ્ય ACBએ સુરેન્દ્રનગરમાં ફોરેસ્ટ અધિકારી સી બી ગોસ્વામીને લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો છે. ઘુડખર અભયારણ્યમાં અરજદાર ગેરકાયદે ખનન કરતા પકડ્યો હતો, જેથી અરજદાર પાસેથી અધિકારીએ 17 હજારની લાંચ માગી હતી.
મળતી માહિતી અનુસાર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર સી.બી. ગોસ્વામીએ પોતાના રેન્જ વિસ્તારમાંથી પાટડીના ખારાઘોડાના અરજદારને રણ વિસ્તારમાંથી ચોરેલ ખનીજ સાથે પકડી પાડ્યો હતો. જેની સાથે અરજદારને છોડી મુકવા આરોપી રેન્જ ફોરેસ્ટ ઓફિસરે રૂ.૭૦,૦૦૦ ની લાંચ માંગી હતી. જે પૈકી રૂપિયા ૧૭૦,૦૦ ની લાંચ લેતા સી.બી. ગોસ્વામીને અભ્યારણ્ય કચેરી ખાતે રાજકોટ ગ્રામ્ય ACB ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.