ટંકારા ખાતે દયાનંદ સરસ્વતીજીના ૨૦૦મી જન્મોત્સવ મહિત્સવની ધામધુમ પુર્વક ટંકારા ખાતે ઉજવણી કરવામાં આવશે. જેને લઇને આજરોજ રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ કાર્યક્રમને લઈને કાયદો,વ્યવસ્થા અને રાષ્ટ્રપતિના આગમનને લઇને બંદોબસ્ત સહિતની ચર્ચા વિચારણા આયોજક કમિટી સાથે કરી હતી. તદુપરાંત જન્મકક્ષ, મહાલય, તેમજ હેલિપેડની મુલાકાત પણ લીધી હતી
ટંકારા ખાતે દયાનંદ સરસ્વતીજીના ૨૦૦મી જન્મોત્સવ મહિત્સવની ધામધુમ પુર્વક ટંકારા ખાતે ઉજવણી કરવામાં આવશે. મહર્ષી દયાનંદ સરસ્વતીજીની જન્મોત્સવ નિમિતે ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી ત્રી દિવસીય જ્ઞાન જ્યોતિ મહોત્સવ ઉજવાશે. જેમાં ૧૨ ફેબ્રુઆરીના રોજ મુખ્ય મહેમાન તરીકે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ ઉપસ્થિત રહેશે.
દયાનંદ સરસ્વતીજી જન્મોત્સવને લઇને ટંકારા ખાતે તડામાર તૈયારીઓ હાથ ધરાઇ રહી છે. ત્યારે આજરોજ રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ કાર્યક્રમને લઈને કાયદો,વ્યવસ્થા અને રાષ્ટ્રપતિના આગમનને લઇને બંદોબસ્ત સહિતની ચર્ચા વિચારણા અને પરામર્શ આયોજક કમિટી સાથે કરી હતી. તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડી તંત્ર દ્વારા તમામ સહયોગ પૂરો પાડવામાં આવશે તેવી ખાતરી આયોજકોને આપી હતી. તેમજ રાજકોટ રેન્જ આઇજીએ ગુરુકુલમાં રહી અભ્યાસ કરતા બાળકો સાથે હળવા મૂડમાં વાતચીત કરી હતી. તદુપરાંત જન્મકક્ષ, મહાલય, તેમજ હેલિપેડની મુલાકાત પણ રેન્જ આઇજીએ લીધી હતી.