Sunday, April 5, 2026
HomeGujaratરેન્જ આઇજી નિર્લિપ્ત રાયનો સપાટો:જામનગર અને ટંકારાના બે અલગ અલગ લૂંટના ગુનામાં...

રેન્જ આઇજી નિર્લિપ્ત રાયનો સપાટો:જામનગર અને ટંકારાના બે અલગ અલગ લૂંટના ગુનામાં વર્ષોથી ફરાર બે આરોપીઓને દબોચી લેવાયા

રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચના અનુસાર અલગ અલગ ગુનાઓમાં ફરાર આરોપીઓ પર ઇનામ જાહેર કરી તેઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું જે પૈકી અલગ અલગ ગુનાના વધુ બે આરોપીઓને પોલીસે દબોચી લીધા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે જામનગર જિલ્લાના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના લૂંટના ગુન્હામાં વૉન્ટેડ અને રૂપિયા 10,000ના ઇનામી આરોપી ભુવાનસીંગ રાયસીંગ વસુનિયાને દાહોદ હાઇવે પર રાબડાલ બસ સ્ટેશન નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીએ અગાઉ વાડીમાં સુતા વ્યક્તિઓને માર મારી રોકડ, દાગીના સહિત અંદાજે લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી અને છેલ્લા પાંચ વર્ષથી ફરાર હતો. આરોપીને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી માટે જામનગર પોલીસને સોંપવામાં આવ્યો છે.

જ્યારે મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનના વર્ષ 2009ના લૂંટના ચકચારી ગુન્હામાં સંડોવાયેલા અને રૂપિયા 8,000ના ઇનામી આરોપી રૂપેશકુમાર ઉર્ફે ટીનપાલ ચૌહાણ (મૂળ બિહાર રાજ્ય)ને બિહારના જામુઈ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીએ એસ.ટી. બસમાં મુસાફરી કરતા કર્મચારીઓ પાસેથી એક કરોડ જેટલાના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી અને ત્યારથી ફરાર હતો. પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી માટે ટંકારા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.આ કામગીરીમાં પોલીસ ટીમના અધિકારીઓ અને સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!