મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું હાલ મતદાન ચાલુ છે ત્યારે રેન્જ આઈજી સંદીપ સિંઘે જીલ્લાની મુલાકાત લઈ તમામ વ્યવસ્થા ચેક કરી હતી
મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નું હાલ મતદાન ચાલી રહ્યું છે ત્યારે મોરબીની નગર પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની 230 બેઠકો પર 616 ઉમેદવારો વચ્ચે નો જંગ જામ્યો છે ત્યારે ઘણા વિસ્તારો સંવેદનશીલ હોય મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા દ્વારા સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જેમાં આજે રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંઘે મોરબી જીલ્લાની ઓચિંતી મુલાકાત લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણી હતી જેમાં મોરબી પાલિકા,મોરબી તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત વિસ્તારના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું છે જેમાં રેન્જ આઈજી સંદીપ સિંઘે જણાવ્યું હતું કે મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ અને મતદાન શાંતિપૂર્ણ માહોલમાં જળવાઈ રહે અને કોવિડ ગાઇડ લાઈન હેઠળ થાય એ માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હોવાનું જણાવ્યું છે.