નવરાત્રિના પાવન અવસર પર રાજકોટ ગ્રામ્ય પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં રાજકોટ રેન્જ આઈજીપી અશોક કુમાર યાદવ દ્વારા ઉપસ્થિત રહી માતાજીની પૂજા-અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી.તેમજ ગરબા રમતી પોલીસ પરિવારની તમામ દિકરીઓને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
માં અંબા ના આરાધના દિવસો એટલે કે નવરાત્રી પર્વ. નવરાત્રી પર્વની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે લોકોની સેવામાં વ્યસ્ત રહેતા પોલીસ પરિવાર દ્વારા ગરબે રમી માં અંબાની આરાધના કરવામાં આવી રહી છે.
ત્યારે નવરાત્રિના પાવન અવસર પર રાજકોટ રેન્જ આઈજીપી અશોક કુમાર યાદવ દ્વારા રાજકોટ ગ્રામ્ય પોલીસ હેડ ક્વાર્ટર ખાતે માતાજીની પૂજા-અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી.
તેમજ ગરબા રમતી પોલીસ પરિવારની તમામ દિકરીઓને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.