યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી દ્વારા જીવનરક્ષા અભિયાન અંતર્ગત મોરબીનાં વિવિધ વિસ્તારોમાં કોરોના ટેસ્ટીંગ તથા દવાનું વિતરણ હાથ ધરાયું
મોરબી જીલ્લામાં કોરોના મહામારી વચ્ચે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી રફાળેશ્વર ખાતે આદર્શ નિવાસી શાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં અનેકો દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. ત્યારે ગઈકાલથી વધુ એક સેવાકાર્ય જીવનરક્ષા અભિયાન શરૂ કરવામા આવેલ છે. આ અભિયાન અંતર્ગત મોરબીના વિવિધ વિસ્તારોમાં અનુભવી ડોક્ટર અને મેડિકલ સ્ટાફ દ્વારા કોરોના રેપીડ ટેસ્ટિંગ તેમજ જરૂરી દવા વિતરણ કેમ્પ યોજવાનું શરૂ કર્યું છે. જીવનરક્ષા અભિયાનના પ્રારંભે મોરબીના રબારીવાસ, વણકરવાસ, વાલ્મિકી વાસમાં રેપીડ કોરોના ટેસ્ટ કેમ્પ યોજવામાં આવેલ હતો જેમાં ૭૨ જેટલા લોકોનો રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં જેમાંથી એકપણ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવેલ નથી અને આ સાથે લોકોને ઇમ્યુનિટી વધે તેવી જરૂરી દવાઓ પણ આપવામાં આવેલ હતી.