Monday, December 23, 2024
HomeGujaratરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા અસરગ્રસ્તોને આશ્રય આપવા સંઘ કાર્યાલય ખોલાયું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા અસરગ્રસ્તોને આશ્રય આપવા સંઘ કાર્યાલય ખોલાયું

બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્રની સાથે જુદી-જુદી સામાજિક સંસ્થાઓ દ્વારા પણ તૈયારીઓ કરાઈ રહી છે. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા અસરગ્રસ્તોને આશ્રય તથા રાહત અને બચાવકાર્ય માટે સંઘ કાર્યાલય ખોલવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબીના જણાવ્યા અનુસાર, સંભવિત વાવાઝોડા અને ભારે વરસાદના કારણે અસરગ્રસ્તોને આશ્રય તથા રાહત અને બચાવકાર્ય માટે સંઘ કાર્યાલય ચિત્રકૂટ ચોક ખાતે ખોલવામાં આવેલ છે. જે પણ લોકો આ આપદાની સંભવિત સ્થિતિમાં આ સેવાકાર્યમાં જોડાવા માંગતા હોય તે મોરબી શહેર – 98252 22939, મોરબી તાલુકો – 96388 34467, માળિયા તાલુકો – 95105 55551, વાંકાનેર તાલુકો – 98255 47958, ટંકારા તાલુકો – 99981 24472, પડધરી તાલુકો – 92768 58632 તથા સંઘ કાર્યાલય સંપર્ક નંબર – 02822 228122 પર સંપર્ક કરી શકે છે. અત્યારના સંજોગોમાં કુદરતી આપાત કાલીન પરિસ્થિતિ મોરબી જીલ્લાના તાલુકામાં બિપોરજોય વાવાઝોડુ આવશે. તેવા હવામાન વિભાગના રિપોર્ટ છે. આવા સંજોગોમાં જરૂરિયાત મંદ લોકોને યોગ્ય વ્યવસ્થા થાય તે માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સમાજના સેવાભાવી બંધુઓ સાથે સતત આવી વિકટ પરિસ્થિતિમાં મોરબી જિલ્લાની તમામ જનતાની મદદ માટે કાર્યશીલ છે. તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!