રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ મોરબી દ્વારા મોરબી નગર પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૦૫/૦૧/૨૦૨૫ ને રવિવારના રોજ સાંજે ૦૪:૦૦ વાગ્યે બજરંગ સોસાયટી – સ્વાગત ચોકડી, અવની ચોકડી – ઉમિયા સર્કલ, અવની ચોકડી – સ્વાગત ચોકડી, વર્ધમાન એપાર્ટમેન્ટ અને બજરંગ સોસાયટી એમ રુટ પર પથ સંચલન કરવામાં આવશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી નગરના કાર્યકર્તાઓનું પથ સંચલન મોરબી શહેરમાં આગામી તા. ૫/૧/૨૦૨૫ ને રવિવારના રોજ સાંજે ૪.૦૦ વાગ્યે નીકળશે. જે પથ સંચલનનું આયોજન રવાપર કેનાલ રોડ વર્ધમાન એપાર્ટમેન્ટની સામે બજરંગ સોસાયટીના મંદિર પાસેના મેદાનથી બજરંગ સોસાયટીથી સ્વાગત ચોકડી, અવની ચોકડી, ઉમિયા સર્કલ, વર્ધમાન એપાર્ટમેન્ટ, બજરંગ સોસાયટીએ મુજબ પથ સંચલનનો માર્ગ રહેશે. ઘોષ સાથે ગણવેશમાં સ્વયં સેવકો આ સંચલનમાં ઉપસ્થિત રહેશે. પરમ પવિત્ર ભગવા ધ્વજના સન્માન અને સ્વાગત માટે મોરબી નગરના સ્વયંસેવકો અને પ્રજાજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.