Thursday, September 19, 2024
HomeGujaratમોરબીમાં અષાઢી બીજની રથયાત્રા અનુસંધાને મોરબી એસપી દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઇ:એસપી...

મોરબીમાં અષાઢી બીજની રથયાત્રા અનુસંધાને મોરબી એસપી દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઇ:એસપી દ્વારા ફૂટ પેટ્રોલીંગ યોજી રૂટનું નિરીક્ષણ કરાયું

મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં અષાઢી બીજની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવે છે જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબીમા પણ દરવર્ષે અષાઢી બીજ નિમિતે મચ્છુ માતાજીની રથયાત્રાનું આયોજન થાય છે જેમાં આજુ બાજુના જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં ભક્તો જોડાય છે જેથી આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ પણ જાતની સમસ્યા ઉભી ન થાય તે હેતુથી મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતા માં અને ડીવાયએસપી એમ આઈ પઠાણ, મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ એમ પી પંડ્યા તથા એસઓજી પીઆઇ જે એમ આલ ની ઉપસ્થિતિ માં હિન્દૂ અને મુસ્લીમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેહક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં બન્ને સમાજના આગેવાનો દ્વારા રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સાંપન્ન થાય તે માટે એક બીજાને પૂરતો સહયોગ આપવાનુ વચન આપવામાં આવ્યું હતું.

બાદમાં આ રથયાત્રા માં કોઈ પણ જાતની ટ્રાફિક સમસ્યા ન સર્જાઈ તે માટે મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી એમ આઈ પઠાણ, એસઓજી, એ ડિવિઝન પોલીસ દ્વારા રથયાત્રાના રૂટનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું અને અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!