મોરબી માળિયાના ધારાસભ્યના કાંતિભાઈ અમૃતિયાના જન્મ દિવસની આજરોજ ઉજવણી કરવામાં આવી છે. ત્યારે સામાજિક અને રાજકીય અગ્રણીઓ ધારાસભ્યને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહયા છે. ત્યારે ધારાસભ્યએ પોતાના જન્મ દિવસ નિમિતે બચુબાપાને ત્યાં રાશન કીટ નું વિતરણ કર્યું હતું.
મોરબી માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો આજે જન્મદિવસ છે. ત્યારે સામાજિક, રાજકીય અગ્રણીઓ અને શુભેચ્છકો દ્વારા ધારાસભ્યને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા ૪૦ વર્ષની નિસ્વાર્થભાવે લોકોને જમાડતા બચુબાપાને ત્યાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેમની ભાજપની ટીમ પહોંચી હતી. મોરબીના બચૂબાપા કા ઢાબાથી ફેમસ થયેલા બચુબાપાને ત્યાં રાશન કીટ આપી ધારાસભ્યએ જન્મદિવસની ઉજવણી કરી હતી.