Wednesday, May 8, 2024
HomeGujaratમોરબીમાં વ્યાજંકવાદ ચરમસીમાએ ! : એક જ દિવસમાં પઠાણી ઉઘરાણીના બે ગુનાઓ...

મોરબીમાં વ્યાજંકવાદ ચરમસીમાએ ! : એક જ દિવસમાં પઠાણી ઉઘરાણીના બે ગુનાઓ નોંધાયા, ત્રણ વ્યાજખોરોની અટકાયત

મોરબી શહેર પોલીસ દ્વારા ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવવામાં આવી હતી અને હવે આ મોડલ સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગઈકાલે બે પઠાણી ઉઘરાણીના ગુનાઓ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા. જેને લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અને ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના શનાળા રોડ પર રુદ્ર પ્રયાગમાં રહેતા મિલનભાઈ આગોલાએ પ્રવીણભાઇ, દેવશીભાઇ તથા સુરેશભાઇ પાસેથી અલગ અલગ સમયે વ્યાજે પૈસા લીધેલ હોય જે વ્યાજે લીધેલ પૈસાનુ ઉચું વ્યાજ ચુકતે કરી મુળ રકમ પરત આપેલ હોવા છતા આરોપીઓએ ફરિયાદી મિલનભાઈ પાસેથી વધુ પૈસા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરી ફરિયાદી તેમજ તેમના પરીવારજનોને ધાક ધમકી આપી હત્યા કરી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને લઈ પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી તેમની પૂછપરછ આરંભી છે. જયારે અન્ય બનાવામાં મોરબીના શ્રી કુંજ સોસાયટી-૦૧ કન્યા છાત્રાલય રોડ, નાની કેનાલ ખાતે રહેતા રૂપેશભાઇ હરજીવનભાઇ રાણીપા નામના યુવકે કોરોના સમયગાળા દરમ્યાન અલગ અલગ સમયે વિશાલભાઇ બચુભાઇ ગોગરા નામના મોરબીના કોયલી ખાતે રહેતા વ્યાજે પૈસા આપતા શખ્સ પાસેથી રૂપીયા-૧,૫૦,૦૦૦/- વ્યાજે લીધેલ હોય જે વ્યાજે લીધેલ રૂપીયાનુ ઉંચુ વ્યાજ તથા મુળ રકમ સહીત કુલ રૂપીયા-૫,૬૦,૦૦૦/- ચુકતે કરી દીધેલ હોવા છતાં આરોપીએ ફરીયાદી પાસે બળજબરીથી વધુ રકમ મેળવવા પઠાણી ઉઘરાણી કરી ફરિયાદીના ઘરે જઇ તથા અવાર નવાર ફોન ઉપર તેમજ રૂબરૂમાં ગાળો આપી હાથ પગ ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!