મહાકુંભ પ્રયાગરાજ ખાતે જગતગુરૂ મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 વાસુદેવાઆચાર્યજી મહારાજના સાનિધ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અખિલ ભારતીય અની અખાડા હનુમાનજી ગઢી અયોધ્યા કુબાજી પીઠ દ્વારા જીથરા (રાજસ્થાન) સંતો મહંતો દ્વારા રત્નેશ્વરીદેવીને શ્રી શ્રી 100 મહામંડલેશ્વર ઉપાધિ અર્પણ કરવામા આવી છે.
મહાકુંભ પ્રયાગરાજ ખાતે કથાનું અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહામંડલેશ્વર પદવીદાન હાજર રહેલાં મહંત ભરતદાજીબાપુ, મુકેશબાપુ, ચંદ્રકાંતબાપુ, રમેશભાઈ, ચંદુભાઈ, ગણેશભાઈ, જગદીશભાઈ, ઘનશ્યામભાઈ, ત્રિભોવનભાઈ, દિલીપભાઈ, કાતિજોત મહિલા મંડળ સહિતના ટંકારાના ભકતો ઉપસ્થિત રહ્યા હતાં. મોરબીના રામધન આશ્રમ ખાતે ભક્તો દ્વારા ભવ્ય સામૈયા કરવામાં આવ્યા હતાં. ત્યારે બાદ આશ્રમ ખાતે સંતો મહંતો ભાવિક ભકતો હાજરી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. વાંકાનેર, વઢવાણ, સીતાપુર, કાગદડી, સાદુરકા બગથળા તેમજ મોરબી મંડળના સંતો મહંતો પધાર્યા હતા. સાથે જ બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ, પટેલ સમાજ, પ્રજાપતિ સમાજ, રામાનંદ સાધુ સમાજ, ગોસ્વામી સાધુ સમાજ તેમજ દરેક જ્ઞાતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદ વ્યવસ્થા ગોર ખીજડીયા અલગ ધણી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હસરાજબાપા, કાંતિભાઈ, બજરંગભાઈ, ચુનીભાઈ, હસુભાઈ પડ્યા, અનીલભાઈ મહેતા, પ્રવિણભાઈ, રેવાબેન ધોરીયાણી, જયંતીભાઈ, કેતનભાઈ, મુકેશભાઈ, ધનજીભાઈ સહિતમાં સેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. રત્નેશ્વરીદેવી મહામંડલેશ્વર બનતા સાધુ સમાજ તેમજ મોરબીનું ગૌરવ વધાર્યું છે.