Monday, December 23, 2024
HomeGujaratમોરબી સબજેલમાં કાચા કામના કેદીનુ મોત

મોરબી સબજેલમાં કાચા કામના કેદીનુ મોત

મોરબી જિલ્લાના મુખ્ય મથક મોરબી શહેરમા આવેલ સબજેલ ખાતે એક કાચા કામના કેદીનું આકસ્મિક નેચરલ મોત થયું છે. આ કેદીને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સબજેલમાં ૨૦૧૮ ના ત્રિપલ મર્ડર ગુન્હામાં સજા ભોગવી રહેલ કાચા કામના કેદી શિવાભાઈ રામજીભાઈ ડાભીનું બ્લડ પ્રેશર લો થઈ જતા તેમનું મોત નિપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, આરોપીને પગમાં દુખાવો થતા તેને જેલ અધિકારીઓ દ્વારા તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં ડોક્ટરે તેને તપાસતા હાલત નાજુક જણાતા તેને રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો. પરંતુ રાજકોટમાં આરોપીને સારવાર મળે તે પહલે જ તે મોતને ભેટ્યો હતો. ત્યારે બનાવને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ, પ્રાંત અધિકારી સહીતનો કાફલો સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે મૃતાનુ મોટ હાર્ટ એટેકથી થયાનું પ્રાથમિક અનુમાન લગાવ્યું હતું. તેમજ મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!