વાહન ચાલકો મોરબીના વન વે રસ્તાઓ અને વન વે ના સમય અંગે વાકેફ થાય અને અજાણતા ટ્રાફિક નિયમ ભંગ ન થાય તે માટે માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
મોરબીમાં ટ્રાફીક સમસ્યા નિવારવા માટે મોરબી શહેરની ભૌગોલિક પરિસ્થિતિ અને હાલનો ઔદ્યોગિક વિકાસ, વસ્તી, આવાસની ગીચતા અને શહેરના જૂના-પુરાણા સાંકડા રોડ-રસ્તા ધ્યાને લઇ ટ્રાફિક નિયમનો તથા જાહેર હિતાર્થે વર્ષ ૨૦૧૮થી શહેરના ૧૧ રોડ ને વન વે જાહેર કરવામાં આવ્યા છે જે નિયમ સવારના ૦૭.૦૦ કલાક થી રાત્રિના ૦૯:૦૦ વાગ્યા સુધી લાગુ પડે છે.
વર્ષ ૨૦૧૮ થી કાયમી જાહેર કરાયેલ શહેરના ૧૧ વન-વે રોડ જાહેર કરતા માહિતી આપવામાં આવી હતી કે, રવાપર રોડ જૂની એચ.ડી.એફ.સી. બેંક ચોકથી ગાંધી ચોકથી શાકમાર્કેટ ચોકથી નગર દરવાજા એકથી સીપીઆઇ ચોકથી શક્તિ ચોક જવા માટેનો રૂટ વન-વે જાહેર કરાયો છે. તેમજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબના બંગલાથી મંગલભુવન ગરબી ચોક થઇ સી,પી,આઇ, કચેરી આવી જવા માટેનો રૂટ, નવયુગ ગારમેન્ટથી શિવાની સિઝન સેન્ટર થી પુનમા કેસેટથી ગાંધીચોક સુધી જવા માટેનો સવા, વિજય સિનેમા પાસે આવેલ ભવાની બેકરીથી ગાંધીચોક સુધી જવા માટે, સી.પી.આઇ. કચેરી ચોકથી નવયુગ ગારમેન્ટ સુધી જવા માટેનો રૂટ વન-વે સુપર ટોકિઝથી ભારત સર્વિસ સ્ટેશન (આસ્વાદ પાન) સુધી જવા માટેનો રૂટ પણ વન-વે કરાયો છે. તેમજ સ્ટેશન રોડ જડેશ્વર મંદિર પાસે થઇ માધાપર તરફ થઇ આસ્વાદ પાન સુધી જવા માટેનો રૂટ વન-વે પૂનમ કેસેટની દુકાન (તખ્તસિંહજી રોડ) થી નગર દરવાજા સુધી જવા માટેનો રૂટ, પરાબજાર રોડ ઉપર આવેલ પનારા પાનની દુકાનથી નવાડેલા રોડ જુના એસ.ટી.સ્ટેન્ડ પાસે આવેલ મચ્છી પીઠના ખૂણા સુધીનો રૂટ, ગાંધીચોકથી રામચોક સુધી જવા માટેનો રૂટ અને રામચોકથી જૂની એચ.ડી.એફ.સી. ચોક પર્કર શો-રૂમ ના ખૂણા સુધી જવા માટેનો રૂટ વન-વે જાહેર કરાયો છે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.મોરબીનાં આ રસ્તાઓ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
મોરબીનાં આ રસ્તાઓ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
મોરબીમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકતા રસ્તાઓની યાદી મુજબ શોભેશ્વર રોડ, કુબેર સિનેમા સામે હાઈવે રોડ ઉપરથી શહેરમાં પ્રવેશતા રોડનાં ખૂણેથી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ નજરબાગ રેલ્વે સ્ટેશન નજીકના રેલ્વે ફાટકથી, ગેંડા સર્કલથી, વેજીટેબલ રોડ ઉપર આવેલ સ્મશાનના મુખ્ય ગેઈટ સામે રોડ પરથી, નવલખી રોડ સેન્ટ મેરી સ્કુલ નજીક આવેલ રેલ્વે ફાટકથી, અમરેલી રોડ જે વીસીપરા ફાટકથી મોરબી શહેરમાં પ્રવેશે છે, તે ફાટકથી, વાવડી રોડ, પર આવેલ હનુમાન મંદિર(માધાપરનાં ખૂણે)થી, પંચાસર રોડ ઉપર આવેલ ગીતા ઓઈલ મિલથી, શનાળા રોડ ઉપ૨ જી.આઈ.ડી.સી. નાકા પછી, ૨વાપર ચાર રસ્તા થી મોરબી શહેર અંદર આવતાં રસ્તે તથા જેલ રોડ ઉપર આવેલ ઇલેકિટ્રક સ્મશાનના મુખ્ય ગેઈટ સામે રોડ પરથી ભારે વાહનો પર પ્રવેશબંધ મુકવામાં આવ્યો છે. જે રસ્તાઓ ઉપર સવારના ૦૯:૦૦ કલાક થી રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે.
મોરબી શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કઈ જગ્યાએ ક્યા સમયે વાહનો પાર્કિંગ કરી શકાશે ?
મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જૂના બસ સ્ટેન્ડથી નહેરૂ ગેઇટ ચોક સુધીના રોડ ઉપર (સરદાર રોડ) રોડની ડાબી બાજુનું ટુ-વ્હીલરનું પાર્કિંગ મહિનાની એકી તારીખો તથા રોડની જમણી બાજુનું ટુ-વ્હીલરનું પાર્કિંગ મહિનાની બેકી તારીખોએ ખુલ્લું રહેશે. તેમજ શક્તિ ચોક/ ખાટકીવાસ ચોકથી ત્રિકોણબાગ, નહેરૂ ગેઇટ ચોક, ગાંધીચોક સુધીના રોડ ઉપર રોડની ડાબી બાજુનું ટુ-વ્હીલરનું પાર્કિંગ મહિનાની એકી તારીખો તથા શૈડની જમણી બાજુનું ટુવ્હીલરનું પાર્કિંગ મહિનાની બેકી તારીખોએ ઉપયોગમાં લઇ શકાશે, જયારે ગાંધીચોક થી શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલ સુધીના રોડ ઉપર સુધી રોડની ડાબી બાજુનું ટુ-વ્હીલરનું પાર્કિંગ મહિનાની એકી તારીખો તથા રોડની જમણી બાજુનું ટુ-વ્હીલરનું પાર્કિંગ મહિનાની બેકી તારીખોએ, ગાંધીચોકથી રવાપર રોડ પર આવેલ મામા ફટાકડાની દુકાનથી આગળ વોંકળાના પુલ સુધી રોડની ડાબી બાજુનું ટુ-વ્હીલરનું પાર્કિંગ મહિનાની એકી તારીખો તથા રોડની જમણી બાજુનું ટુ-વ્હીલરનું પાર્કિંગ મહિનાની બેકી તારીખોએ જયારે નવા ડેલા રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર હેર ડ્રેસરથી ગાંધી ચોક સુધીના રોડ ઉપર રોડની ડાબી બાજુનું ટુ-વ્હીલરનું પાર્કિંગ મહિનાની એકી તારીખો તથા રોડની જમણી બાજુનું ટુ-વ્હીલરનું પાર્કિંગ મહિનાની બેકી તારીખો અને પનારા પાનથી શરૂ થતો નવાડેલા રોડ, અયોધ્યાપુરી મેઇન રોડ સુધીના રોડ ઉપર રોડની ડાબી બાજુનું ટુ-વ્હીલરનું પાર્કિંગ મહિનાની એકી તારીખો તથા રોડની જમણી બાજુનું ટુ-વ્હીલરનું પાર્કિંગ મહિનાની બેકી તારીખોએ, સી.પી.આઇ. કચેરીથી સુપર ટોકિઝ સુધીના રોડ ઉપર રોડની ડાબી બાજુનું ટુ-વ્હીલરનું પાર્કિંગ મહિનાની એકી તારીખો તથા રોડની જમણી બાજુનું ટુ-વ્હીલરનું પાર્કિંગ મહિનાની બેકી તારીખો તો નહેરૂ ગેઇટથી ગ્રીન ચોક સુધીના રોડ ઉપર રોડની ડાબી બાજુનું ટુ-વ્હીલરનું પાર્કિંગ મહિનાની એકી તારીખો તથા રોડની જમણી બાજુનું ટુ-વ્હીલરનું પાર્કિંગ મહિનાની બેકી તારીખોએ ઉપયોગ કરી શકાશે.