Saturday, December 21, 2024
HomeGujaratમોરબી એસપી ઓફિસમાં ફરજ બજાવતાં રીડર પીએસઆઇનું અવસાન

મોરબી એસપી ઓફિસમાં ફરજ બજાવતાં રીડર પીએસઆઇનું અવસાન

મોરબી એસપી કચેરીમાં રીડર પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં ધનસુખભાઈ ચાવડાનું આજે કોરોનાથી રાજકોટ સીવીલ હોસ્પિટલમાં મોત નીપજ્યું : પોલીસ પર કોરોનાનો ખતરો વધ્યો.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં કોરોના થોભવાનું નામ નથી લેતો તેમ એક બાદ એક અનેક લોકો મોતને ભેટ્યા છે ત્યારે મોરબી પોલીસ પણ હાલ કોરોના વોરિયર્સ તરીકે કામ કરી રહ્યા છે જેમાં આજે મોરબી એસપી ઓફિસમઆ રીડર પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ધનસુખભાઈ ચાડવાને તાવ શરદી સહિતના લક્ષણો જણાતા કોવિડ રિપોર્ટ કરવામાં આવતા તેઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેમાં પીએસઆઇ ચાવડાને રાજકોટ સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પીએસઆઇ ધનસુખભાઈ ચાવડા કોરોના સામેની લડાઈ હારી જતા અંતિમ શ્વાસ લેતા તેઓનું અવસાન થયું હતું ઉલ્લેખનીય છે કે તમામ સરકારી કર્મચારીઓ ઓફિસ અંદર અને પુરી સાવચેતી સાથે કામ કરી રહ્યા છે ત્યારે પોલીસ બહાર લોકો સાથે રહી અને કાયદો વ્યવસ્થા જાળવવાની સાથે પોતાના પરિવાર ને જોખમમાં મૂકીને લોકો માટે કામ કરે છે આવા સમયે લોકો તંત્ર અને ખાસ કરી પોલીસને સાથ સહકાર આપે તે જરૂરી છે પ્રજાના રક્ષણ માટે મોરબી પોલીસ રાત દિવસ ફરજ બજાવે છે જે પ્રશંસાને પાત્ર છે.ત્યારે રેન્જ આઈજી સંદીપ સિંહ અને મોરબી એસપી સુબોધ ઓડેદરા દ્વારા પણ મોરબી પોલીસના પરિવારજનોને સુરક્ષિત રહેવા અપીલ કરી લોકોને પણ સાવચેતી રાખવા નમ્ર અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!