26-ગુજરાત બટાલિયન સુરેન્દ્રનગરમાંથી મહર્ષિ ગુરુકુળ પારંગત કોલેજની એનસીસી કેડેટની પસંદગી થતાં હષૅની લાગણી
હળવદ મહર્ષિ ગુરુકુળ પારંગત કોલેજ ની વિદ્યાર્થિની ટીએસસી કેમ્પ દિલ્લીમાં સિલેક્શન થઇ હતી. જે સમગ્ર ભારતમાં એનસીસીમાં બીજા નંબરનો હોય જેમાં સમગ્ર ગુજરાતમાંથી 39 બહેનો એનસીસી કેડેટમાં પસંદ થયેલી હતી. ત્યારે 26-ગુજરાત બટાલિયન સુરેન્દ્રનગરમાંથી પારંગત કોલેજની વિદ્યાર્થિનીની પસંદગી થતા આજે તેના ઉત્સાહમાં વધારો કરવા અને બીજા એનસીસી કેડેટના ભાઇઓ બહેનોને પ્રેરણા મળે તે હેતુથી સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહર્ષિ ગુરૂકુળની પારંગત કોલેજની વિદ્યાર્થિની નેહા માવાણીનું ટીએસસી કેમ્પ દિલ્લી ખાતે સિલેક્શન થયું હતું. આ કેમ્પ સમગ્ર ભારતમાં એનસીસીમાં બીજા નંબરનો હોય છે. સમગ્ર ગુજરાતમાંથી 39 બહેનોની એનસીસી કેડેટમાં પસંદગી થઇ હતીઃ. જેમાંથી પારંગત કોલેજની વિદ્યાર્થિની નેહા માવાણી પણ 26-ગુજરાત બટાલિયન સુરેન્દ્રનગરમાંથી પસંદગી થઇ હતી. જેથી કરીને તેના માતાપિતા તેમજ કોલેજ અને હળવદ પંથકનું નામ રોશન કર્યુ હતુ. ત્યારે અન્ય એનસીસી કેડેટ ભાઇઓ બહેનોને પ્રેરણા મળે તે હેતુંથી પારંગત કોલેજમાં સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના મેનેજીંગ ડિરેક્ટર રજનીભાઇ સંઘાણી, સંચાલકો રાજુભાઇ ચનીયારા, વિજયભાઇ મોરતરીયા, એનસીસીના અધિકારીઓ તેમજ કોલેજના પ્રિન્સિપાલ અને કોલેજનો સ્ટાફ સહિતના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.