Saturday, May 10, 2025
HomeGujaratમોરબી મહાનગરપાલિકામાં ૭૮ જગ્યાઓ માટે ૧૧ માસના કરાર આધારિત કર્મચારીઓની ભરતી

મોરબી મહાનગરપાલિકામાં ૭૮ જગ્યાઓ માટે ૧૧ માસના કરાર આધારિત કર્મચારીઓની ભરતી

જાહેરાતથી ઈન્ટરવ્યૂ સુધીની પ્રક્રિયા પૂર્ણ, ૬૦ ઉમેદવારોને નિમણુક પત્ર આપવામાં આવ્યા

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને વહીવટી કામગીરી સરળ બનાવવા માટે ૭૮ જગ્યાઓ માટે ૧૧ માસના કરાર આધારિત કર્મચારીઓની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કુલ ૧૯૩૦ અરજીઓથી શરૂ થયેલી આ પ્રક્રિયાના અંતે ૬૦ ઉમેદવારોની નિમણુક કરવામાં આવી છે, જેમાંથી ૫૬ કર્મચારીઓ ફરજ પર હાજર થઈ ચૂક્યા છે.

મોરબી મહાનગરપાલિકા, જે તા. ૧ જાન્યુઆરી ૨૦૨૫થી કાર્યરત છે, શહેરના સર્વાંગી વિકાસ અને વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે સતત પ્રયાસશીલ છે. આ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા ૭૮ જગ્યાઓ ભરવા માટે તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ દૈનિક પત્રમાં જાહેરાત આપવામાં આવી હતી. જાહેરાત બાદ વિવિધ પદ માટે કુલ ૧૯૩૦ અરજીઓ પ્રાપ્ત થઈ હતી. આવેલ અરજીઓનું ધ્યાનપૂર્વક પરીક્ષણ કરી માન્ય અને અમાન્ય અરજીઓનું છટણીકરણ કરવામાં આવ્યું હતું. માન્ય ઉમેદવારોને ડોક્યુમેન્ટ ચકાસણી તથા ઈન્ટરવ્યૂ માટે ઇમેઈલ, વોટ્સએપ, ટેલિફોનિક સંપર્ક અને લેખિત મારફત બોલાવવામાં આવ્યા હતા. તા. ૧૨ માર્ચ ૨૦૨૫થી ૯ એપ્રિલ ૨૦૨૫ સુધી ઈન્ટરવ્યૂ યોજાયા હતા, જેમાં વિષય નિષ્ણાતોની સમિતિએ ઉમેદવારોનું મૂલ્યાંકન કર્યું હતું. આ સમિતિ દ્વારા તૈયાર મેરીટ યાદીને આધારે ૬૦ ઉમેદવારોને નિમણુક પત્ર અપાયા છે. હાલ ૫૬ કર્મચારીઓએ નિયમ મુજબ ફરજ સંભાળી લીધી છે, જ્યારે બાકી જગ્યાઓ માટે પ્રતીક્ષા યાદી પરથી આગામી સમયમાં નિમણુક કરવામાં આવશે.

વધુમાં મહાનગરપાલિકાની યાદીમાં જણાવ્યા મુજબ, જ્યાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો મળ્યા નથી, તેવી જગ્યા માટે જેવી કે સર્વેયર, લીગલ ઓફિસર, મિકેનિક, અને ઇલેક્ટ્રિક ઈજનેર જેવી જગ્યાઓ માટે આગામી સમયમાં ફરીથી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!