Thursday, December 26, 2024
HomeGujaratગુજરાતની ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ૨૯૩૮ શિક્ષણ સહાયકોની ભરતી

ગુજરાતની ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ૨૯૩૮ શિક્ષણ સહાયકોની ભરતી

પ્રતીકરૂપે મોરબી જીલ્લાની કુલ-૬ બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ ૧૫ શિક્ષણ સહાયકોને કલેકટરના હસ્તે નિમણુંક હુકમો એનાયત કરાશે

- Advertisement -
- Advertisement -

બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી-૨૦૨૧ અન્વયે શાળા ફાળવણી પામેલ રાજયના કુલ ૨૯૩૮ ઉમેદવારોને આગામી તા.૦૧/૦૬/૨૦૨૧ ના રોજ ભલામણપત્ર અને નિમણુંક હુકમ પ્રતિનિધિરૂપ પાંચ ઉમેદવારોને મુખ્યમંત્રીના વરદ હસ્તે એનાયત કરવામાં આવનાર છે. જે અન્વયે મોરબી જીલ્લાની કુલ-૬ બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ ૧૫ ઉમેદવારોને કલેકટર મોરબીના વરદ હસ્તે નિમણુંક હુકમો એનાયત કરવામાં આવશે.

આ અંગે YouTube ના માધ્યમથી https://youtu.be/l5RtbZovZOs લિંક પર તા.૦૧/૦૬/૨૦૨૧ ના રોજ ૧૦:૩૦ કલાકથી લાઈવ પ્રસારણ થનાર છે. આ પ્રસારણને મોરબી જીલ્લા કચેરીના તમામ કર્મચારીઓ, તમામ શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ તથા તમામ ઉમેદવારો પોતાના મોબાઈલના માધ્યમથી નિહાળવા જિલ્લા શિક્ષણાધિકારી, મોરબીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!