Wednesday, January 8, 2025
HomeGujaratમોરબી રેવન્યુ બાર એસોસિયેશનનાં હોદેદારોની વરણી : યુવા ધારાશાસ્ત્રી ધર્મ રાવલની કારોબારીમાં...

મોરબી રેવન્યુ બાર એસોસિયેશનનાં હોદેદારોની વરણી : યુવા ધારાશાસ્ત્રી ધર્મ રાવલની કારોબારીમાં નિયુક્તિ

મોરબીમાં રેવન્યુ બાર એસસિયેશનનાં હોદેદારોની વરણી કરવામાં આવી છે. રેવન્યુ બાર એસોસીયેશન–મોરબીની ગઈકાલે મિટીંગ યોજાઈ હતી. જેમાં નવા હોદેદારોની વરણી કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે ૨૦૨૩ માટે રેવન્યુ બાર એસોસીયેશનના હોદ્દેદારોની નિમણુંક કરવાની અગત્યની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પુર્વનિર્ધારિત સ્થળ સમયે પોજાયેલ હતી. આ મિટીંગમાં ઉપસ્થિત સભ્યો દ્વારા સર્વાનુમતે, ૨૦૨૩ માટે રેવન્યુ બાર એસોસીયેશનના હોદેદારો તરીકે પ્રમુખ પદે પિયુષભાઈ મહેન્દ્રભાઈ રવેસીયાની નિમણુંક કરવામાં આવી હતી. જયારે ઉપપ્રમુખ તરીકે કિરીટભાઈ ડી. પટેલ, ઉપપ્રમુખ તરીકે ભાવીનભાઈ વી. ફેફર, સેક્રેટરી તરીકે હેમાંશુભાઈ સી. પોપટ, જોઈન્ટ સેક્રેટરી તરીકે આનંદભાઈ એસ. વાધડીયા, ટ્રેઝરર તરીકે અતુલભાઈ ટી. કલોલાની નિમણૂંક કરવામાં આવી હતી. જયારે કારોબારી સભ્ય તરીકે લાલભાઈ આર. હે૨ભા, સૌરભભાઈ જે. ભટ્ટ, ધિરેનભાઈ ડી. રાજપરા, ધર્મભાઈ કે. રાવલ, જય૨ાજસિંહ એચ. રાઠોડ, રૂષભભાઈ વી. મહેતા, પ્રકાશગી૨ી બી. ગોસાઈની વરણી કરવામાં આવી છે. તેમજ નવનિયુક્ત હોદ્દેદારોને તમામ સભ્યો–સમગ્ર એસોસીયેશન વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!