Friday, November 21, 2025
HomeGujaratહળવદ તાલુકાની ૪ ગ્રામ પંચાયતમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી શરૂ

હળવદ તાલુકાની ૪ ગ્રામ પંચાયતમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી શરૂ

મોરબી જીલ્લા પંચાયત દ્વારા હળવદ તાલુકાની મંગળપુર, ખોડ, નવા ઘનશ્યામગઢ અને ધનાળા ગ્રામ પંચાયતમાં ઈ-ગ્રામ સંચાલન માટે ખાનગી ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (VCE) ની કમિશન આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોને ૭ દિવસની અંદર અરજી કરવાની રહેશે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પંચાયત હેઠળના હળવદ તાલુકામાં ઈ-ગ્રામ પંચાયતના અસરકારક સંચાલન માટે તલાટી-કમ-મંત્રીને સહાયરૂપ બની શકે તેવા ખાનગી ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (Village Computer Entrepreneur-VCE) ની સેવાઓ મેળવવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ કરવામાં આવી રહી છે. જીલ્લા વિકાસ અધિકારી મોરબી દ્વારા જાહેર કરાયેલા વિગતો મુજબ તાલુકાના ચાર ગામોમાં જેમાં મંગળપુર, ખોડ, નવા ઘનશ્યામગઢ અને ધનાળા VCE ની જગ્યાઓ ખાલી હોવાથી કમિશન આધારિત મહેનતાણે નવા ઉમેદવારોની પસંદગી થશે. VCE ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ સાથે કોમ્પ્યુટરનું CCC પ્રમાણપત્ર ફરજિયાત રાખવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના ૭ દિવસની અંદર અરજી ફોર્મ સંબંધિત ગ્રામ પંચાયત ખાતે તલાટી-કમ-મંત્રી પાસે જમા કરાવવાનું રહેશે. ભરતી સંબંધિત માર્ગદર્શિકા તથા અરજી ફોર્મ https://morbidp.gujarat.gov.in જીલ્લા પંચાયતની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!