Sunday, October 26, 2025
HomeGujaratપંદર વર્ષ પછી પુનરાવર્તન?;ઓક્ટોબર 2009 માં માવઠાએ ખેત પેદાશ ને તહશ નહશ...

પંદર વર્ષ પછી પુનરાવર્તન?;ઓક્ટોબર 2009 માં માવઠાએ ખેત પેદાશ ને તહશ નહશ કરી હતી ફરી એક વાર એજ તારીખના માવઠાની આગાહી

ગુજરાતના કૃષિ પ્રધાન રાજ્યમાં આજે ફરી એક વાર પ્રકૃતિની ક્રૂરતા દેખાઈ.15 વર્ષ પહેલાં, 29 ઓક્ટોબર 2009ના ગુરુવારે, કારતક સુદ અગિયારશના દિવસે સ્વાતી નક્ષત્રમાં માવઠાના કારણે ખેતીને કરોડોનું નુકસાન થયું હતું. તે જ તારીખ અને તે જ નક્ષત્રના સંયોગથી આ વર્ષે પણ 29 ઓક્ટોબરની આસપાસ ગુજરાત પર માવઠાનો મેઘડો ઘોલાયો છે , જેની ચર્ચા સોશિયલ મીડિયા પરથી લઈને જ્યોતિષીઓના વર્તુળોમાં સુધી ફેલાઈ ગઈ છે.

- Advertisement -
- Advertisement -

2009ના તે દિવસોમાં, ગુજરાતના મધ્ય અને ઉત્તર જિલ્લાઓમાં માવઠાના કારણે કરોડો રૂપિયાની ખેત પેદાશ નાશ પામી હતી. તે સમયે ગુરુવારના શુભ મુહૂર્તમાં આવેલા આ કુદરતી આફતે ખેડૂતોને આર્થિક ભંગાર કરી દીધા હતા. જ્યોતિષીઓ મુજબ, સ્વાતી નક્ષત્રમાં ચંદ્ર અને શનિના સંયોગથી પવન અને વરસાદના અસરગ્રસ્ત ઘટનાઓ વધુ તીવ્ર બને છે. તે જ રીતે, આ વર્ષે 15 વર્ષ પછી, 29 ઓક્ટોબર 2025ના દિવસે ફરી એ જ તારીખે ગુજરાતના દક્ષિણ અને દરીયાઈ વિસ્તારોમાં 15 વર્ષનું પુનરાવર્તન એક અજીબ સંયોગ તરીકે જોવા મળે છે. જ્યોતિષ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આને ‘શનિની સાડીસાતી’ના પ્રભાવ અથવા વાતાવરણીય ચક્રથી જોડવામાં આવે છે.

આ પુનરાવર્તનથી વૈજ્ઞાનિકોમાં પણ ચર્ચા ચાલી રહી છે. ક્લાઈમેટ ચેન્જના કારણે આવી ઘટનાઓ વધી રહી છે, અને જ્યોતિષીઓ તેને ગ્રહોના ચક્ર સાથે જોડે છે. ગુજરાતના ખેડૂતો માટે આ બંને ઘટનાઓ એક ચેતવણી તરીકે દેખાય છે. પ્રકૃતિના આ ક્રોધને સમજીને તૈયારી કરવી પડશે. 15 વર્ષ પછી પણ જડ નુકસાન એ જ છે.

હવામાન નિષ્ણાત કિશોર ભાડજા ૯૫૮૬૫૯૦૬૦૧

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!