Friday, October 2, 2026
HomeGujaratમોરબીમાં ‘પ્રાદેશિક મેળો-૨૦૨૬’ નો પ્રભારી મંત્રીના હસ્તે પ્રારંભ કરાયો

મોરબીમાં ‘પ્રાદેશિક મેળો-૨૦૨૬’ નો પ્રભારી મંત્રીના હસ્તે પ્રારંભ કરાયો

રાજ્યના ૩૩ જીલ્લાની સખી મંડળની બહેનોના ૫૫ સ્ટોલ થકી ૧૦ દિવસ સુધી હસ્તકલા અને ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓનું કરાશે સીધું વેચાણ.

- Advertisement -
- Advertisement -

મોરબી: ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મોરબી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ૧૦ દિવસીય ‘પ્રાદેશિક મેળો-૨૦૨૬’નો જીલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ શુભારંભ કરાવ્યો હતો.

મંત્રીના હસ્તે મોરબી જીલ્લાના ૧૦ સખી મંડળોને રૂ. ૩૦.૬૫ લાખના સી.સી. લોનના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. જ્યાં મંત્રીએ સખી મંડળોની બહેનોને અભિનંદન પાઠવી તેમની સાથે સંવાદ કર્યો હતો.

મોરબીના શનાળા રોડ પર રત્નકલા ગ્રાઉન્ડ ખાતે તા. ૦૧ થી ૧૦ ઓક્ટોબર ૨૦૨૬ સુધી યોજાનાર આ મેળાનું ઉદ્ઘાટન કરી મંત્રી સહિતના મહાનુભાવોએ સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલી કલાત્મક પ્રોડક્ટ્સના સ્ટોલ્સની મુલાકાત લઈ બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો.

આ પ્રાદેશિક મેળામાં રાજ્યના ૩૩ જીલ્લાઓમાંથી ૧૫૦ થી ૨૦૦ જેટલી સખી મંડળની બહેનો ભાગ લઈ રહી છે. જેમાં હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ, ગૃહસુશોભન, બાંધણી, દોરી વર્કની બનાવટો, સીઝનેબલ મસાલા અને અથાણાં સહિતની ચીજવસ્તુઓના ૫૦ સ્ટોલ તેમજ વાનગીઓના ૫ ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. બહેનોને આજીવિકા માટે યોગ્ય બજાર વ્યવસ્થા મળે અને મહિલા સશક્તિકરણને વેગ મળે તે માટે આયોજિત આ મેળાની વધુને વધુ નાગરિકો મુલાકાત લઈ ખરીદી કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ શુભારંભ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે, જીલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી અને પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!