સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા અને ટંકારાના ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયા દ્વારા લાગુ લાભાર્થીને અરજી કરવા તાકીદ કરી
ટંકારા નગરપાલિકામાં રહેતા પરીવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અન્વયે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં ઘર વિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે.
ક્યુઆર સ્કેન કરી અથવા લિંકમાં જઈ વિગતો ભરી દેવાથી ઓનલાઈન અરજી માટે માહિતી આપી છે. ત્યારબાદ અરજી અંગે નગરપાલિકા અને એએચએમ દ્વારા લાભાર્થીનું વેરીફીકેશન ક૨ીને મુખ્યત્વે બીએલસી- પોતાના પ્લોટમાં મકાનનું બાંધકામ માટે અને એચ- જમીન કે મકાન ન હોય તેવા લોકો માટે સરકારી જમીનમાં આવાસ યોજના બનાવીને મકાન પૂરું પાડવામાં આવશે. જેથી ઘર વિહોણા લોકોને નોંધણી કરાવવા ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની યાદીમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જુના મકાન ધારકો નવા મકાન માટે સહાય ઉપરાંત પ્લોટ વિહોણા પરીવાર પ્લોટ અને મકાન ઉપર લોન ધારક સહાય સહિતની અરજી કરે માટે રાજકોટ સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા તમામને તાકીદ કરી છે.