હળવદનાં રણછોડગઢ ગામે રહેતા સંજયભાઇ દેવશીભાઇ સુરેલા ગત તા.૩૦/૦૮/૨૦૨૩નાં સાંજના સમયે ઈસમોએ “નવી ગાડી લીધેલ છે તો શુ ગામમાં સિનસપાટા મારેશ” તેમ કહી યુવક તથા તેના પરિવાર પર ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે બનાવમાં પોલીસે આરોપીઓની અટકાયત કરી હતી. અને કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજુર કરી છે.
મળતી માહિતી અનુસાર, ફરીયાદી સંજયભાઈ દેવશીભાઈ સુરેલાનાઓએ આરોપીઓ વિરુધ્ધ માર માર્યા અંગેની તથા બનાવમાં તેમના માતા પ્રેમીલાબેનને બનાવમાં ઈજા થતાં સારવાર દરમ્યાન મરણ જતાં તે અંગેની ફરીયાદ લખાવેલ હતી. જેમાં મુખ્ય આરોપી વીરમભાઈ મૂળજીભાઈ ફીસડીયા, મોરબીના એડવોકેટ એચ. આર. નાયક મારફત નામદાર મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી. આરોપીઓ તરફે વકીલ એચ. આર. નાયક દ્વારા કેસના સંજોગો તથા કાયદાકીય જોગવાઈઓના આધારે ધારદાર દલીલ કરી હતી. જે દલીલના આધારે ખુન કેસમાં નામદાર કોર્ટે આરોપીપક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીઓને રેગ્યુલર જામીન પર પર છોડવા જામીન અરજી મંજુરનો હુકમ કર્યો હતો. તેમજ આરોપીપક્ષે વકીલ એચ. આર. નાયક રોકાયેલ હતા. અગાઉ પણ આ કામના આરોપીઓ ચંદ્રીકાબેન વિક્રમભાઈ ફીસડીયા, વિક્રમ મૂળજીભાઈ ફીસડીયા તથા પ્રફુલભાઈ દિનેશભાઈ શિહોરાનાઓની રેગ્યુલર જામીન અરજીના કામે પણ મોરબીના એડવોકેટ એચ. આર. નાયક જ રોકાયેલા હતા.