Monday, November 18, 2024
HomeGujaratહળવદ તાલુકાના રણછોડગઢ ગામના હત્યાના કેસમાં આરોપીના રેગ્યુલર જામીન મંજુર

હળવદ તાલુકાના રણછોડગઢ ગામના હત્યાના કેસમાં આરોપીના રેગ્યુલર જામીન મંજુર

હળવદનાં રણછોડગઢ ગામે રહેતા સંજયભાઇ દેવશીભાઇ સુરેલા ગત તા.૩૦/૦૮/૨૦૨૩નાં સાંજના સમયે ઈસમોએ “નવી ગાડી લીધેલ છે તો શુ ગામમાં સિનસપાટા મારેશ” તેમ કહી યુવક તથા તેના પરિવાર પર ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે બનાવમાં પોલીસે આરોપીઓની અટકાયત કરી હતી. જે બનાવમાં આરોપીનાં રેગ્યુલર જામીન મંજુર થયા છે

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, સંજયભાઈ દેવશીભાઈ સુરેલાનાઓએ આરોપીઓ વિરુધ્ધ માર માર્યા અંગેની તથા બનાવમાં તેમના માતા પ્રેમીલાબેનનાઓને બનાવમાં ઈજા થતાં સારવાર દરમ્યાન મરણ જતાં તે અંગેની ફરીયાદ લખાવેલ હતી. જેમાં આ કામના આરોપી ચંદ્રીકાબેન વિક્રમભાઈ ફીસડીયા, વિક્રમ મૂળજીભાઈ ફીસડીયા તથા પ્રફુલભાઈ દિનેશભાઈ શિહોરાનાઓની રેગ્યુલર જામીન અરજી મોરબીના એડવોકેટ એચ. આર. નાયક મારફત નામદાર મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી. ત્યારે આરોપીઓ તરફે વકીલ એચ.આર.નાયક દ્વારા કેસના સંજોગો તથા કાયદાકીય જોગવાઈઓના આધારે ધારદાર દલીલ કરી હતી. જે દલીલના આધારે નામદાર કોર્ટે આરોપીપક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીઓને રેગ્યુલર જામીન પર પર છોડવા જામીન અરજી મંજુરનો હુકમ કર્યો હતો. આ કામે આરોપીપક્ષે વકીલ એચ. આર. નાયક રોકાયેલ હતા.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!