Wednesday, October 30, 2024
HomeGujaratનારણકા ગામે કાલે મેરજા પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન: મંત્રી બ્રિજેશ મેરજા...

નારણકા ગામે કાલે મેરજા પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન: મંત્રી બ્રિજેશ મેરજા સહિતનાઓનું સન્માન કરાશે

મોરબી તાલુકાના નારણકા ગામે મેરજા પરિવારના કૂળદેવી બહુચરાજી માતાજીના મંદિરે પાટોત્સવ અને સમૂહ પ્રસાદનું ભવ્ય આયોજન કરાયુ છે જેમાં ભવ્ય શોભાયાત્રા પણ યોજાશે. આ ઉપરાંત હળમતીયા, બગથરા, થોરાળા, મહેન્દ્રનગર, માનસર, નારણકા અને ચમનપર સંહિતના ગામોના મેરજા પરિવારના લોકો એકત્ર થઇને પરિવારના સભ્ય રમેશભાઇ મેરજા, આઇ.એ.એસ.બનતા તથા બ્રિજેશભાઇ મેરજાને રાજય મંત્રીમંડળમાં સ્થાન મળતાં બંન્નેના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મંત્રી રાઘવજીભાઇ પટેલ અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ સહિતનાઓના હસ્તે સન્માન કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મેરજા પરિવાર દ્વારા આયોજિત ધાર્મિક પ્રસંગે કેન્સર અવરનેશ કેમ્પ તેમજ હીમોગ્લોબિન ચેકઅપ અને ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાશે, કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ તથા મોરબી જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઇ માલમના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાશે.અમેરીકા સ્થિત કુંડારીયા કેન્સર અવરનેશ ફાઉન્ડેશન દ્વારા જરૂરીયાતમંદ લોકો કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમમાં રાજયના કૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલ તથા મોરબી પ્રભારી તેમજ પશુપાલન અને ગૌસંવર્ધન રાજયકક્ષાના મંત્રીશ દેવાભાઇ માલમ,રાજયકક્ષાના પૂર્વ પંચાયત મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડીયા, જિલ્લા ભાજપા પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા ભાજપા મહામંત્રી રણછોડભાઇ દલવાડી, જેસંગભાઇ હુંબલ અને જયેન્દ્રસિંહજી જાડેજા ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરા, ઉપપ્રમુખ જાનકીબેન કૈલા તથા કારોબારી ચેરમેન જયંતિભાઇ પડસુંબિયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કે.કે.પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન સુરેશભાઇ દેસાઇ મોરબી શહેર ભાજપા પ્રમુખ લાખાભાઇ જારીયા મહામંત્રી રીપીપભાઇ કૈલા મોરબી તાલુકા ભાજપા પ્રમુખ અરવિંદભાઇ વાંસદડિયા, મહામંત્રી બચુભાઇ રાણા અને બચુભાઇ ગરચર, માળીયા(મી) તાલુકા ભાજપા પ્રમુખ મણીલાલ સરડવા અને મહામંત્રી અરજણભાઇ હુંબલ, મનીષભાઇ કાંજીયા ઉપરાંત માળીયા(મી) તાલુકા પ્રભારી સુભાષભાઇ પડસુંબિયા સહિતના અગ્રણીઓ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારશે. આ ઉપરાંત જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારીશ નિવાસી નાયબ કલેકટર તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!