મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેરનો કહેર વર્તાય રહ્યો છે. દિનપ્રતિદિન કોરોનાનાં કેસો વધી રહ્યા છે ત્યારે કોરોનાનાં દર્દીઓને જરૂરી એવું આ રેમડીસીવીર ઈંજેક્શન મોરબીની તમામ હોસ્પિટલમાં મળી રહેશે તેમ અ. જા. મોરચાનાં પ્રમુખ બાબુભાઈ પરમારે જણાવ્યું છે.
મોરબી શહેર ભાજપ અ. જા. મોરચાનાં પ્રમુખ બાબુભાઈ પરમારે મોરબી સિવિલ સુપ્રિન્ટેનડેન્ટ સાથે થયેલ રૂબરૂ વાત કરતાં હવે કોરોના દર્દીઓને રેમડિસિવિર ઇન્જેક્શન મોરબીની કોઈપણ ખાનગી હોસ્પિટલમાંથી મળી જશે. એ માટે દર્દી જે હોસ્પિટલમાં દાખલ હોય એ હોસ્પિટલના લેટેરપેડ પર ઇન્જેક્શન માંગણી લેખિત, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન, RT PCR આધાર કાર્ડ વગેરે પુરાવા સાથે ખાનગી હોસ્પિટલના પ્રતિનિધિને સિવિલ હોસ્પિટલ ફાળવશે આ ઈંજેક્શનની ફાળવણી કરાશે. જેનો ટાઈમ સવારે 9 થી 12 અને સાંજે 4 થી 6 રહેશે અને કિંમત રૂ. 899 ચુકવવાનાં રહેશે. ખાનગી હોસ્પિટલમાં દાખલ હોય એવા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જ ઉપરના ભાવે આ ઈંજેક્શન આપવામાં આવશે. આ બાબતે વધુ માહિતી માટે મોરબી શહેર ભાજપ અ.જા. મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર જણાવાયું છે.