Tuesday, April 23, 2024
HomeGujaratહળવદમાં જીસીબી ભાડે લઈ જઈ વિશ્વાસમાં લઈને અગિયાર ઈસમો સાથે છેતરપીંડી આચરી...

હળવદમાં જીસીબી ભાડે લઈ જઈ વિશ્વાસમાં લઈને અગિયાર ઈસમો સાથે છેતરપીંડી આચરી હોવાની પોલીસમાં રાવ 

હળવદના રહેવાસી મૂંધવા બેચરભાઈએ ત્રણ ઈસમો વિરુદ્ધ જીસીબી ભાડે લઈ જઈ છેતરપીંડી આચર્યા ની પોલીસમાં અરજી કરી : 11 ઈસમો સાથે છેતરપીંડી આચરવામાં આવી હોવાનો અરજીમાં ઉલ્લેખ

- Advertisement -
- Advertisement -

હળવદમાં જીસીબી ભાડે લઈ જઈ છેતરપીંડી આચરી હોવાની પોલીસને કરાઈ છે જેમાં અરજદાર મુંધવા બેચરભાઈ વેલાભાઈ (ઉ.વ.૨૬, રહે. ઢવાણા, તા. હળવદ જી. મોરબી )ના વકીલ એચ એન મારફતે હળવદ પોલીસને અરજી ફરિયાદ કરી છે જેમાં અરજદાર દ્વારા જણાવ્યું છે કે તેઓએ ખેતી કામ કરી ખેતીની આવકમાંથી જેસીબી લઈ ભાડા કરીએ છીએ તા. ૨૧/૨/૨૦૨૦નાં અમદાવાદ અમીન ઈકવીપમેન્ટ એલએલપી, સરખેજ જેસીબી ખરીદવા ગયેલા હતા જ્યાં શોહેબ નામની વ્યક્તિ મળેલી તેની સાથે વાતચીત કરેલી તેને જણાવેલ કે તમે જે જેસીબી ખરીદો છો તે તમારે ભાડે આપવાના હોય તો અમારી પાસે ભાડે રાખનાર માણસો છે તે વખતે તેનો મો. નં. ૯૯૨૦૫૪૪૬૧૪ આપેલ હતો અને અમારો મોબાઇલ નંબર તથા રહેવાનું ગામ સરનામું લીધેલ હતું ત્યારબાદ તેઓ જુન ૨૦૨૦નાં છેલ્લા પખવાડિયામાં અમારે ત્યાં આવેલા હતા જેઓની સાથે મહમદ ઈલીયાશએમ શેખ તથા અન્ય વ્યક્તિ રવિ રતનસિંહ સોલંકી વાળા આવેલા અને અમારું જેસીબી ભાડે મુકવા વાત કરેલી અને જણાવેલ કે ઈલીયાશભાઈ એક કંપની ધરાવે છે તેની અંદર ઘણા જેસીબી તથા હિતાચી મશીનની જરૂર છે તેઓ વ્યવસ્થિત ભાડુ આપશે અને તેઓની વાત પર વિશ્વાસ આવતા અમે અમારૂ પ્રથમ જેસીબી નં. જીજે ૩૬ એસ ૨૨૦૧ તેઓ ને આપેલ તેઓ આ મશીન ઢવાણા થી ચલાવી ને લઈ ગયેલ અને કહેલ કે દર મહિને માસીક ભાડુ ૯૦,૦૦૦ નકકી કરેલ છે અને ૨૦ મહિનામહિના સુધી કરેલ છે તમે અમદાવાદ આવે ત્યારે નોટરી રૂબરૂનો કરાર કરી લઈએ જેથી અમો તા. ૧૬/૭/૨૦૨૦નાં રોજ અમદાવાદ ગયેલ ત્યારે ત્રણેય હાજર હતા અને જેસીબી નો ૨૦ માસ માટેનો ૯૦,૦૦૦ ભાડા લેખે ભાડુ તા.૧થી૧૦માં આપવા કરાર કરેલો ત્યારબાદ તેઓએ અમારૂ બીજુ જેસીબી માંગતા બીજું જેસીબી નં. જીજે ૩૬ એસ ૨૨૦૬ તા. ૧/૮/૨૦૨૦નાં નોટરી રૂબરૂ કરાર કરવાનું નક્કી કરેલ જેનો કરાર તા. ૫/૮/૨૦૨૦નાં રોજ નોટરી રૂબરૂ કરી ઉપરોક્ત મશીન માસિક ૯૫,૦૦૦ના ભાડા લેખે આપેલ અમારા પ્રથમ જેસીબી નું ભાડુ કુલ ૪,૫૦,૦૦૦અત્યાર સુધી આપેલ તેમજ બીજા મશીન નું ભાડુ ૨,૨૫,૦૦૦આપેલુ તે સિવાયની તમામ ભાડા તેઓ મોકલતા નથી અને જવાબ પણ આપતા નથી ઉપરોક્ત જે આરોપીઓ છે તેની અંદર આરોપી રવિ રતનશીભાઇ સોલંકી રહે. પ્લોટ નં. ૨૦૧/બી શીવધારા સોસાયટી મેઘપર તા. અંજાર વાળા મહમદભાઈ ઈલીયાશભાઈ શેખનાં મેનેજર તરીકે કામ કરતા હતા અને જે વાહનો ના કરાર કરાવેલા તે આરોપી રવિ રતનશીભાઇ સોલંકી નાં નામે કરાવેલા ત્યારબાદ આરોપીઓ એ જણાવેલ કે તમારા ગ્રુપમાં કોઈ ને પણ જેસીબી કે ઈતાચી ભાડે મુકવા હોય તો અમે ભાડે રાખીશું જેથી અમોએ અમારા ગ્રુપમાં વાત કરી હળવદના રહેવાસી મુંધવા રમતુભાઈ વેલાભાઈ,સોજીત્રા અરવિંદ મોહનલાલ,ભરવાડ જેઠાભાઈ રેવાભાઈ ,આશિફભાઈ હનીફભાઈ આદમાણી, હનીફ ભાઈ અભરામભાઈ આદમાણી,આદમભાઈ અલારખાભાઈ કૈડા,વેલાભાઈ જીવણભાઈ ભરવાડ,દેવજીભાઈ હરજીભાઈ મારીયા,શૈલેષ ભાઈ રામજીભાઈ ગમારા,શોજીત્રા નિકુંજ અરવિંદભાઈ,શોજીત્રા પાર્થ અરવિંદભાઈ સહિતના લોકો નાં જેસીબી તથા હિતાચી મશીન ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ વિશ્વાસ જીતી છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરવાનાં ઈરાદે બધા નાં જેસીબી તથા મશીન વાતચીત કરી હળવદથી લઈ ગયા હતા જેના તેઓએ પુરતા ભાડા ચુકવેલ નથી તથા વિશ્વાસ જીતવા તેઓની પાસે રહેલી કાર મારૂતિ વિટ્રા અરજદારના પિતાને આપેલી કાર પણ તેના નામે ચડાવી નથી ત્યારે આમ તમામ મશીનો આરોપીઓ સાથે પહેલેથી સંકળાયેલા જાન સાહેબ રહે. શ્રી નગર ને ફોન કરતા જણાવેલ કે સોહેબભાઈ તથા રતનશીભાઇ વગેરે મારી પાસે રૂ. ૫૦,૦૦,૦૦૦ રોકડ લઈ મશીન વેંચી દિધેલ છે અને કહ્યું કે હુ તે આપને આપીશ નહી જે બાદ છેતરાયા હોવાની અનુભૂતિ થતાં હળવદ પોલીસમાં અરજી ફરિયાદ કરતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!