મોરબી જીલ્લામાં પડેલા અતિભારે વરસાદને લીધે મોરબીના રોડ રસ્તાઓ બિસ્માર થઈ ચૂક્યા છે ત્યારે આ રસ્તાઓનું સમારકામ પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ હાથ ધર્યું છે :
મોરબીમાં ભારે વરસાદને લીધે રોડ રસ્તાઓ પતિ ગયા છે ત્યારે પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કરોડો રૂપિયા નાટેક્સ ચૂકવતા સીરામીક એકમોના રોડ જ બિસમાર હાલતમાં હોવાથી ચિતા વ્યક્ત કરી છે જેમાં મોરબીના પીપળી જેતપર રોડના સમારકામ માટે અનેક વખત માર્ગ-મકાન વિભાગને રજુઆત કરી છે પરંતુ સમયાંતરે વરસાદને લીધે સમારકામની કામગીરી થઈ શકતી નથી અને ચાલુ વરસાદમાં મેટલ પેચવર્ક કરયુ હતું પણ તે સફળ રહ્યું ન હતું ત્યારે ફરી ભારે વરસાદ આવતા કરેલ કામગીરી પાણીમાં ગઈ હતી જેતપર રોડ પર અનેક સીરામીક એકમો આવેલા છે ત્યારે આ રસ્તા પર આવેલા સિરામિક ઉદ્યોગ માટેના હેરફેરના ભારે વાહનો, મોટર સાઇકલ અને અન્ય વાહનો માટે રોડ સરખો બને તે માટે સતત માર્ગ – મકાન વિભાગને તાકીદ કરતાં રહ્યા છે આ રોડ ઉપર ખાડાઓ પૂરવા કોન્ટ્રાક્ટરોના ખર્ચે અને જોખમે રૂ. ૫૪ લાખના ખર્ચે મેટલિંગ કામગીરી પણ કરાવવાની ફરજ પાડવામાં આવી છે. હાલ મેટલિંગની ખાણમાં પાણી ભરાઈ જવાને લીધે મેટલ સપ્લાયમાં તકલીફ પડે છે તેનો વિકલ્પ પણ શોધીને તાત્કાલિક મરામત કામ ચાલુ કરાયું છે જેમાં હોટ મિક્સ પ્લાન્ટ દ્વારા ડામર પેચવર્ક કરીને પડતી મુશ્કેલી દૂર કરવા પ્રયત્નો ચાલુ છે અને સ્વાભાવિક છે કે વરસાદના માહોલમાં ભેજને લીધે કપચી અને ડામરનું મિકસીંગ કરવામાં ટેકનિકલ મુશ્કેલી પણ રહે છે એમ છતાં મોટા ખાડાઓ તાકીદે ભરી આ કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાયેલ છે અને અન્ય રસ્તાઓ પણ આગમી સમયમાં જલ્દીથી સામરકામ થાય એ માટેની રજુઆત માર્ગ અને મકાન વિભાગને બ્રિજેશ મેરજાએ કરી હોવાનું તેઓની યાદીમાં જણાવવામાં આવ્યું છે.