Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીની શાન સમાં નહેરુ ગેટ ને રિપેરીંગ કરવાની સામાજિક કાર્યકરો દ્વારા રજુઆત...

મોરબીની શાન સમાં નહેરુ ગેટ ને રિપેરીંગ કરવાની સામાજિક કાર્યકરો દ્વારા રજુઆત કરાઈ

મોરબીની આગવી ઓળખ એવા નહેરુ ગેટ જેને મોરબીના લોકો નગર દરવાજા તરીકે પણ ઓળખે છે જેની કૃતિ ની દેશ વિદેશમાં ચર્ચા થાય છે એવા નહેરુ ગેટ ની ખખડધજ હાલતને પગલે રિપેરીગ કરવાની માંગ સાથે સામાજિક કાર્યકરો દ્વારા મોરબી નગરપાલિકા તેમજ મોરબી જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં હજુ બે દિવસ પહેલા જ નહેરુ ગેટના ઉપરના ભાગે આવેલ ટોચમાં સુશોભિત કરાયેલ કાંગરો બે ભાગમાં વહેંચાઈ ને તૂટી પડ્યો હતો જેમાં ત્યાંથી પસાર થતા એક મહિલાને હાથમાં તેમજ અન્ય એક વ્યક્તિને પગમાં ઈજાઓ થઈ હતી અને આમ તો રોજ બરોજ નગરદરવાજ ચોક માં લોકોની ખાસ્સી ભીડ રહે છે અને આગામી સમયમાં તહેવારો આવતા હોવાથી હજારો. લોકો ત્યાંથી અવર જવર કરશે જો તે સમયે આટલી ઊંચાઈ પરથી પથ્થર માથે પડે તો. મોટી જાનહાની થઇ શકે એમ છે જેથી નેહરુગેટ ચોક માં અગાઉ રંગીન લાઈટો સુશોભિત થયેલ હતી જે હાલ બન્ધ છે તેમજ મસમોટી ઘડિયાળ પણ હતી જે હાલ. બંધ હાલતમાં છે અને દેશભક્તિના ગીતો ગુંજતા હતા તે સાઉન્ડ પણ હાલ બન્ધ હાલતમાં હોય અને વધુમાં આ પ્રકારે પત્થરો તૂટીને પડતા હોય ત્યારે મોરબી જિલ્લા કલેકટર, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ ને તાત્કાલીક નેહરુગેટમાં જરૂરી રીપેરીંગ કરાવવા માટે સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, અશોકભાઈ ખરચરિયા, જગદીશ બાંભણીયા, જીગ્નેશભાઈ પંડ્યા અને મુસાભાઈ બ્લોચ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!