મોરબી સિવિલ હોસ્પિટલના રઝળ પાટ તંત્રની કમાંન સરકારે ડો. નિરંજન રાવલને સોંપી : ડો.રાવલ પોતાની નીતિ અને સિદ્ધાંતોને વળગી રહેનાર અને દર્દીઓ માટે ડોકટર ભગાવાંન છે આ સિધ્ધાંત પર કામ કરનાર વૃત્તિ ધરાવે છે : ડો.રાવલને દર્દીઓ માટે અનેક વખત બદલીનું ઇનામ મળી ચૂક્યું છે : ડો.રાવલની નિમણુંક મોરબી માટે મોટી આશાનું કિરણ
મોરબીમાં કોરોનાની સ્થિતિ કપરી બની ગઈ છે અને આ સ્થિતિ માટે મોટા ભાગે સીવીલ તંત્ર જ જવાબદાર છે અનેક લોકોના મોત અને પોઝિટિવ રિપોર્ટ આવતા હોવા છતાં સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લેવામાં આવી ન હતી અને આ માટે મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેડેન્ટ ડો.દુધરેજીયાની ખોરી નીતિ જવાબદાર માનવામાં આવી રહી છે જેમાં ડો.દુધરેજીયાની તાનાશાહી સામે અન્ય ડોક્ટરો પણ મજબૂર હતા ડો.દુધરેજીયા પોતાના અંગત રાજકીય વગના કારણે છેલ્લા દાયકાથી પોતાની મનમાંની ચલાવી રહ્યા હતા જેના લીધે સીવીલ હોસ્પિટલ ની દશા અત્યંત દયનિય બની ગઇ છે ત્યારે વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું હતું જો કે મિડિયા એ સીવીલ હોસ્પિટલ ની સ્થિતિ બતાવતા હવે રાજ્ય ના આરોગ્ય વિભાગ દ્વારા સુપ્રીટેનડેન્ટ ડો.દુધરેજીયાની સુરેન્દ્રનગર ખાતે બદલી કરી દેવામાં આવી છે તેની જગ્યાએ બોટાદ અને સુરેન્દ્રનગર ના ગાંધી હોસ્પિટલમાં ફરજ બજાવી ચૂકેલા ઉત્કૃષ્ઠ ડો.નિરંજન રાવલની સુપ્રીટેનડેન્ટ તરીકે નિમણૂક કરવામાં થવાની શક્યતા છે. જો કે ડો.નિરંજન રાવલ હજુ મોરબી સિવિલમાં એન્ટ્રી જ થાાય એ પહેલા તેઓને ભૂતકાળની ચિતરેલી ભૂલોને સુધારવા સમય લેવો પડશે પરન્તુ એક વાત ચોક્કસ છે કે ડો.નિરંજન રાવલ પોતાની આગવી કામ કરવાની ઢબ અને ચુસ્ત નિયમો અને દર્દીઓ માટે ડૉક્ટર ભગવાન છે આ સિદ્ધાંતને વળગીને કામ કરવા લોકોમાં લોકપ્રિય છે ત્યારે અનેક વખત ડો.નિરંજન રાવલના આ સિદ્ધાંત વાદી અને દર્દીઓ તરફી વલણના લીધે બદલીઓ નો ભોગ ધરી ચુક્યા છે આમ છતાં તેઓએ પોતાના સિદ્ધાંત અને કટિબદ્ધતા જાળવી રાખી છે જે હવે ડો.નિરંજન રાવલ મોરબી સીવીલ હોસ્પિટલમાં સુપરિટેન્ડન્ટ તરીકે ચાર્જ સાંભળશે અને મોરબી સિવિલની સ્થિતિ પણ આગામી સમયમાં સુધરશે એ સાથે જ સરકારની છબી પણ સુધરશે જ એ મા કોઈ શંકાને સ્થાન નથી હાલ ડો.નિરંજન રાવલ મોરબી ની પ્રજા માટે એક સોનેરી તક છે એમાં કહેવામાં કોઈ શરમજનક નથી. જોકે ડો. નિરંજન રાવલની નિમણૂંક અંંગે હજુ સતાવાર જાહેરાત થઇ નથી.


 
                                    






