હળવદમા જાહેર શૌચાલયોની સફાઈ કરવી પાણી સહિતની વ્યવસ્થા ઉભી કરવા અને સરા ચોકડી નજીક નવું શૌચાલય બનાવવાની માંગ સાથે મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેએ હળવદ ચીફ ઓફિસરને રજુઆત કરી છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર હળવદ શહેર દિન પ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે જેને લઈને ગ્રામ્ય પંથકના લોકો મોટી સંખ્યામાં ચીજ વસ્તુઓની અર્થે શહેરની મુલાકાત લેતા હોય છે આ દરમિયાન હળવદ શહેરમાં આવેલ તમામ જાહેર શૌચાલયો ગંદકીથી ખડબળતા હોવાથી માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવે છે. આ ઉપરાંત પાણીની વ્યવસ્થાનો અભાવ હોવાથી મુલાકાતીઓ મુશ્કેલીમાં મુકાય છે આથી સત્વરે આ શૌચાલયોનું નવીનીકરણ કરવામાં આવે અને સતત પાણીની સહિતની સુવિધાઓથી સુસજ્જ જાહેર શૌચાલયો બનવવામાં આવે અને સરા ચોકડી પાસે સ્ત્રીઓ અને પુરુષો માટે આધુનિક નવું જાહેર શૌચાલય બનાવવામાં આવે તેવી માંગ ઉઠાવાઈ છે. આ દિશામાં સત્વરે કાર્યવાહી કરવા અંતમાં માંગ કરાઈ છે.