મોરબીના વાજે પર માં સર્વે નંબર ૬૦૨ નો વિષય છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે ત્યારે આ કેસમાં જાણે અમુક લોકો સ્પેશિયલ ધ્યાન આપી રહ્યા હોય તેમ તાબડતોબ કાર્યવાહી થઈ રહી છે અને આ જ પ્રકારે કાર્યવાહી થવી જ જોઈએ આ આવકાર્ય છે પરંતુ દરેક કેસોમાં આ પ્રકારે કાર્યવાહી થાય તે પણ અત્યંત જરૂરી છે .ત્યારે હવે આ જ રીતે માધાપર સર્વે નંબર ની કીમતી જમીન માં બોગસ મરણ ના દાખલાની આધારે હડપી લેવાઈ છે તેવી ફરિયાદ નવ વર્ષ પહેલા જમીન ના મૂળ.માલિકે આપી હતી પરંતુ આજ સુધી આ મામલે કોઈ તપાસ થઈ નથી અને આ મામલે ૨૦૧૫માં મોરબી એ ડિવિઝન માં અરજી અપાઈ હતી અને તપાસ પણ “જમાદાર” ને અપાઈ હતી (જોકે તાજેતરના વજેપર કેસમા ખુદ ડીવાયએસપી તપાસ કરી રહ્યા છે)ત્યારે નવ વર્ષ જૂની અરજી મામલે હજુ સુધી ફરિયાદ પણ નોંધાઈ નથી.
નવ વર્ષ જુના આ કેસની વાત કરીએ તો અરજદારોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે મોરબીના માધાપરમાં કરોડોની જમીનનું કૌભાંડ થયાના આક્ષેપ સાથે અરજદાર દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરી છે. હસમુખભાઈ વાલજીભાઈ પરમાર નામના અરજદારે રજૂઆત કરતાં જણાવ્યું છે કે તેમની વડીલો પાર્જીત ખેતીની કરોડોની કિંમતની જમીન માધાપર ગામના રે. સર્વે નં.૧૩૪૯ તથા ૨૦૭/૭થી આવેલી છે. એક વ્યક્તિએ મોરબી નગરપાલીકાના મરણ રજીસ્ટરમાં કૌભાંડ કરી એક જ તારીખે બે મરણ દાખલા બનાવી અધિકારીઓના સહી સિક્કા કરી સમગ્ર કૌભાંડ આચર્યું છે. જેને લઇને પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરી હોવા છતાં પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી નથી ત્યારે આજરોજ જિલ્લા કલેકટરને રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.
મોરબી જિલ્લામાં એક બાદ એક જમીન કૌભાંડો સામે આવી રહ્યા છે. હજુ વજેપર જમીન કૌભાંડ ચર્ચાય રહ્યું છે. ત્યાં માધાપરમાં પણ કરોડોની જમીનનું કૌભાંડ થયાના આક્ષેપ સાથે અરજદાર દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરી છે. હસમુખભાઈ વાલજીભાઈ પરમાર નામના અરજદારે રજૂઆત કરતાં જણાવ્યું છે કે તેમની વડીલો પાર્જીત ખેતીની કરોડોની કિંમતની જમીન માધાપર ગામના રે. સર્વે નં.૧૩૪૯ તથા ૨૦૭/૭થી આવેલી છે. એક વ્યક્તિએ મોરબી નગરપાલીકાના મરણ રજીસ્ટરમાં કૌભાંડ કરી એક જ તારીખે બે મરણ દાખલા બતાવ્યા હતા. જેમાં એક નામ માવજીભાઈ ભાણાભાઈ લખેલુ અને બીજા મરણના દાખલામાં માવાભાઈ (માવજી) દેવજીભાઈ લખેલ હતું. તે મરણ દાખલા તળે ચીફ ઓફીસર અને જવાબદાર અધીકારીઓની સહીઓ મેળવી મામલતદાર દફતરે બોગસ મરણ દાખલાના આધારે અમારી રે.સર્વે નં. ૧૩૪૯ તથા ૨૦૭/૭ માં વારસાઈ કરાવવામાં આવેલી હતી. જે બાબત અંગે અરજદારને ખબર પડતા અરજદાર દ્વારા મોરબી સીટી પોલીસ સ્ટેશનમાં તા.૦૬/૦૬/૨૦૧૫ ના રોજ લેખીત ફરીયાદ આપવામાં આવી હતી. તેમ છતા ફરિયાદીની ફરીયાદ સબંધે તે વખતના તપાસનીસ જમાદારે તપાસ કરેલ હતી. પરંતુ કોઈ પગલા લીધા ન હતા. ફરીયાદીને અવાર નવાર પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા પરંતુ જવાબદાર કૌભાંડકારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કે કોઈ એફ.આઈ.આર. અત્યાર સુધી દાખલ કરેલ નથી. કે કોઈ દસ્તાવેજી પુરાવા કબ્જે કર્યા નથી. તેથી અરજદારે રેકર્ડ બે કે ત્રણ વખત પોલીસ સ્ટેશનમાં આપ્યું છતા આજદીન સુધી કોઈ ફરીયાદ નોંધવામાં ન આવતા આજરોજ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરવામાં આવી છે.