Thursday, December 26, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં બાળ લગ્નો અંગેની માહિતી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને આપવા અનુરોધ

મોરબી જિલ્લામાં બાળ લગ્નો અંગેની માહિતી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને આપવા અનુરોધ

બાળ લગ્ન કરવા, કરાવવા, સંચાલન કરવું અને ભાગ લેવો તે બિનજામીન પાત્ર ગુનો છે

- Advertisement -
- Advertisement -

માહિતી આપનારની ઓળખ સંપુર્ણ ગુપ્ત રાખવામા આવશે

બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત સ્ત્રી બાળકના ૧૮ વર્ષ પુર્ણ કર્યા પહેલા અને પુરુષ બાળકના ૨૧ વર્ષ પૂર્ણ કર્યા પહેલા જો લગ્ન કરાવવામા આવે તો તેવા લગ્ન, બાળ લગ્ન ગણાય છે અને તે બિન જામીનપાત્ર ગુનો બને છે. તેમજ જો કોઈ વ્યક્તિ આવા બાળલગ્ન કરાવે, સંચાલન કરે, સુચના આપે, પ્રોત્સાહન આપે અથવા મદદગારી કરે, કે ભાગ લે, તે અધિનિયમની કલમ ૯,૧૦, અને ૧૧ (૧) , (૨) અન્વયે ૨ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૧ લાખ સુધીનો દંડ થઇ શકે છે.

મોરબી જિલ્લામા આપના વિસ્તાર શહેર, ગામ કે ફળીયામાં જો કોઇ બાળ લગ્નનુ આયોજન કરેલ હોય, કે બાળલગ્ન કરતા હોય, તો જાહેર જનતા તે અંગેની માહિતી આપના નજીકના પોલીસ સ્ટેશન પર, ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮, મહિલા હેલ્પ લાઈન ૧૮૧ પર જાણ કરવા વિનંતી છે.

આ ઉપરાંત બાળ-લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી-મોરબી, અનીલા એફ.પીપલીયા, મો.૯૯૭૯૨૮૭૫૦૧, ડૉ.વિપુલ શેરશીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી-મોરબી. મો-૯૪૨૭૫૧૨૮૩૬, બાળ-લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, રૂમ નં ૫/૯, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, સો ઓરડી સામે, મોરબી ફોન નં ૦૨૮૨૨ ૨૪૨૫૩૩ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નં ૩૧/૩૨, જિલ્લા સેવા સદન,શોભેશ્વર રોડ, સો ઓરડી સામે, મોરબી, ફોન નં -૦૨૮૨૨ ૨૪૦૦૯૮ ખાતે બાળ લગ્ન અંગેની માહિતી આપવા અનુરોધ કરાયો છે. મહત્વની બાબત એ છે કે બાળ લગ્ન થવાના છે તેવી માહિતી આપનારની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામા આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!