લોકોને જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ અને કટીબદ્ધ છે. જેના પગલે અવાર-નવાર ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે ચેકીંગ દરમિયાન મોરબીમાં બે દુકાનમાંથી શંકાસ્પદ ઘી ના જથ્થો સીઝ કરાયો છે.
મોરબીમાં ફૂડ વિભાગ દ્વારા બે દુકાનમાંથી શંકાસ્પદ ઘી ના જથ્થો સીઝ કરાયો છે. જેમાં ગ્રાહકે આપેલી ફરિયાદના પગલે ફૂડ વિભાગે મોરબીનાં નહેરુગેટ મેઈન રોડ પર આવેલ મે.પાયલ શીંગ સેન્ટર અને આબીદ એચ.અંદાની નામની પેઢીઓમાંથી શંકાસ્પદ ઘી નો જથ્થો પકડી પાડ્યો છે.
અને 50 કિલો જેટલો નકલી શંકાસ્પદ ઘી નો જથ્થો સીઝ કરી લેબોરેટરી માટે મોકલવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોખ્ખુ ઘી 800 પ્રતિ કિલો રૂપિયામાં મળે છે. જ્યારે દુકાનદારો દ્વારા આ ઘી 300 રૂપિયા પ્રતિ કિલોમાં વહેંચતા હોવાની ફરિયાદના પગલે ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી. અને નકલી શંકાસ્પદ ઘી મોરબીવાસીઓ સુધી પહોંચે એ પહેલા જ પકડી પાડ્યો હતો. ત્યારે મોરબીનાં પોશ વિસ્તાર એવા નહેરુગેટ ચોક વચ્ચે ખુલ્લે આમ બેખોફ શંકાસ્પદ ઘી વેચાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.