ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉંચકયો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે. કોરોના કેસમા ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોજિંદા સંક્રમિત દર્દીઓનો જોરદાર વધારો થઈ રહ્યો છે.
મોરબી આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે મોરબી જિલ્લામાં 866 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 5 શંકાસ્પદ લોકો પોઝીટીવ આવ્યા છે. જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી 02-02 તો ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં 01 પોઝીટીવ કેસ નોંધાયો છે. જયારે વાંકાનેર,હળવદ અને માળીયા તાલુકામાં એક પણ પોઝીટીવ કેસ નથી નોંધાયો. જયારે આજે મોરબીના 06, વાંકાનેરના 05, ટંકારાના 02 અને માળિયાના 02 દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જયારે નવા પાંચ કેસ આવતાની સાથે મોરબી જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 114 પર પહોચ્યો છે.