હાલમાં આગના બનાવો ખૂબ વધી રહ્યા છે ત્યારે ખાસ કરીને બહુમાળી ઈમારતોમાં ફાયર સેફ્ટી ના સાધનોની ખાસ જરૂરિયાત છે અને ફરજિયાત પણ છે પરંતુ છતાં પણ અમુક ઈમારતોમાં હાલ પણ ફાયર સેફ્ટી ના સાધનો ન વિકસાવીને બેદરકારી દાખવવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં લોકોની જાગૃતિને કારણે મોટી દુર્ઘટના અટકી છે જેમાં મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ નંદનવન એપાર્ટમેન્ટના રહીશો કેટલા જાગૃત છે તેનું ઉતમ ઉદાહરણ જોવા મળ્યું છે આજરોજ નંદનવન એપાર્ટમેન્ટ ના છઠ્ઠા માળે આગ લાગતા ફાયર સાધનોનો ઉપયોગ કરી મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં જ રહીશોએ આગને કાબૂમાં લીધી હતી.જો કે આગમાં ફ્લેટનું કિચન ભસ્મીભૂત થઈ ગયું હતું પરંતુ સ્થાનિકોની કામગીરી એ આગને કિચનથી આગળ વધતા અટકાવી હતી.
મોરબીના રવાપર ઘૂનડા રોડ પર આવેલ નંદનવન એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે આગ ઘટના સામે આવી હતી. ફ્લેટ નંબર ૬૦૨માં આગ લાગતા રહેવાસીઓએ સાથે મળી એપાર્ટમેન્ટમાં લગાવેલ ફાયર સેફ્ટીનો ઉપયોગ કરી આગને કાબૂમાં લીધી હતી. ત્યારે ફાયર ટીમ પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ સમગ્ર ફ્લોરમાં ફેલાય તે પહેલા જ આગને કાબુમા કરી હતી. જો કે આગમાં ફ્લેટનું કિચન ભસ્મીભૂત થઈ ગયું હતું.ત્યારે ફાયર સેફ્ટી કેટલી ઉપયોગી તેનું ઉત્તમ ઉદાહરણ મોરબીમાં જોવા મળ્યું છે.