મોરબીમાં ગત તા.૨૯ ના રોજ વર્લ્ડ હાર્ટ દિવસ નિમિતે આયુષ હોસ્પિટલ દ્વારા યુવાનોમાં વધતા હાર્ટ એટેક તથા હાર્ટને લાગતી બીમારીઓ અંગે જાગૃત કરવા મેરેથોન અને સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ યોજાયેલ મેરેથોન દોડમાં યુવાનોને પ્રેરણા મળે એવું રવાપર(નદી) ગામના વતની હાલ મોરબી રહેતા રિટાયર્ડ ઓનનરી સુબેદાર મેજર સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલાએ ૧૦કિ.મી. મેરેથોનમાં ભાગ લીધો હતો.
નિવૃત આર્મી-મેન સહદેવસિંહ ભારતીય સેનામાં ૨૮ વર્ષ સેવા આપી ચુક્યા છે. હાલ સહદેવસિંહની ઉમર ૪૭ વર્ષની છે. આર્મીમાં ૨૮ વર્ષ ફરજ બજાવી અને ૪૭ વર્ષની વયે ૧૦ કિ.મી. દોડવું સહેલું નથી એ વાત દરેક યુવાને શીખવા જેવું છે. નાનપણથી જ મેરેથોન દોડ સહદેવસિંહની મનપસંદ હતી. ત્યારે સહદેવસિંહ દ્વારા જણાવવામાં આવ્યું કે આર્મીમાં ૨૮ વર્ષની તેમની ફરજ પૈકીના ૧૭ વર્ષ સુધી દર વર્ષે યોજાતી ૧૨.૫ કિ.મી. ની મેરેથોન રેસમાં દર વર્ષે તેઓ ભાગ લેતા હતા.
હાલ સહદેવસિંહને તેમના સગા વ્હાલા તેમજ મિત્ર વર્તુળમાંથી ખાસ કરીને યુવા વર્ગમાંથી ૧૦ કિ.મી. મેરેથોનમાં ભાગ લેવા બદલ તેઓને તેમના મોબાઇલ નં.૮૮૭૫૭ ૧૧૮૪૩ પાર ઠેર ઠેરથી શુમભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.