Saturday, November 23, 2024
HomeGujaratહળવદ બેંકમાં ફરજ બજાવતા નિવૃત આર્મીમેન પોતાની ફરજ ની સાથે નૈતિક જવાબદારી...

હળવદ બેંકમાં ફરજ બજાવતા નિવૃત આર્મીમેન પોતાની ફરજ ની સાથે નૈતિક જવાબદારી પણ ભુલતા નથી

આર્મીમાં હોય અને એટલે દેશ કાંજે જાન આપી દેવાંની દરેક આર્મી મેનની એક તમન્ના હોય છે. જેથી આર્મી તરીકે ફરજ બજાવતા દરેક જવાનને આપણે ગૌરવ સાથે સન્માન આપતા હોય છે. આર્મી તરીકે સેવા આપ્યા બાદ હવે હળવદ એસબીઆઇ બેંકમાં એક્સ આર્મીમેન તરીકે સેવા આપતા ડુંગરભાઈ કરોત્રાની સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. કારણે કે હળવદ એસબીઆઈ બેંકમાં ફરજની સાથે સાથે વડીલો, અશિક્ષિત અને અસહાયની જરૂર હોય તેવા નાગરિકોની અવિરત સેવા કરી રહ્યા છે….

- Advertisement -
- Advertisement -

હળવદમાં આવેલ એસબીઆઇ બેંક શાખામાં ગન મેન તરીકે ડુંગરભાઇ કરોત્રા (રબારી) નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. સાથે સાથે વડીલો – દિવ્યાંગજનો, અશિક્ષિત અને સહાય ની જરૂર છે તેવા લોકો ને પોતાની નૈતિક ફરજ સમજી અને સહાય કરી રહ્યા છે. હળવદ તાલુકાના લોકો ડૂંગરભાઈની આ સેવાની નોંધ લઇને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી તેઓને બિરદાવી રહ્યા છે. ત્યારે આ ઝડપી યુગમાં કોઈને કોઈની સામે જોવાનો પણ સમય નથી કે સ્વાર્થ સિવાય કોઈ એક બીજાને બોલાવવા તૈયાર ન હોય તેવા કળીયુગમાં નિઃસ્વાર્થ ભાવે પોતાનો માનવ ધર્મ સમજી પ્રતિદિન અનેક લોકોને પોતાનાથી બનતી તમામ મદદ નિવૃત્ત સેનાના જવાન અને એસબીઆઇ બેંકમાં ગન મેન તરીકે ફરજ બજાવતા ડુંગરભાઈ રબારી કરી રહ્યા છે. ત્યારે એક તરફ દેશ માટે આર્મીની સેવા અને નિવૃત્ત થયા બાદ ગન મેન તરીકે સેવા બજાવતાની સાથે અન્ય લોકોને મદદ રૂપ થતાં ડુંગરભાઈ રબારીની આ સેવા અન્ય માટે પ્રેરણારૂપ બની રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!