મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થિનીઓ માટે અગિયાર હજાર રૂપિયાના પુસ્તકો પુસ્તકાલય માટે નિતાબેન પટેલે અર્પણ કર્યા છે. નીતાબેન કૈલા નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિસીલ રહી શાળાના પુસ્તકાલયમાં પુસ્તકો વસાવવા માટે અગિયાર હજાર રૂપિયા અનુદાન આપી સહજાનંદ ટ્રસ્ટ ભુજ ખાતેથી અવનવા પુસ્તકો ખરીદી પુસ્તકાલયને અર્પણ કરી વધુ સમૃદ્ધ બનાવી હતી. જે કામગીરીને શાળાના પ્રિન્સીપાલ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના જિલ્લા અધ્યક્ષ અને શાળા પરિવારે બિરદાવી આભાર વ્યકત કર્યો હતો.
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા વિદ્યાર્થીનીઓ માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. જેવી કે શાળાની તમામ વિદ્યાર્થીનીઓ માટે બ્લડ ગ્રુપિંગ કરવું, નેત્ર નિદાન કરવું, વિદ્યાર્થીનીઓને એક્સપોઝર વિઝીટ કરાવવી,વાનગી સ્પર્ધા, કુકિંગ કોમ્પિટિશન, વિજ્ઞાન પ્રદર્શન, લોકશાહી ઢબે શાળા પંચાયત માટે બાળ સંસદની ચૂંટણી વગેરે સહઅભ્યાસીક પ્રવૃત્તિની સાથે સાથે વિદ્યાર્થીનીઓમાં બાલ્યકાળથી ઇતર વાંચનની ટેવ વિકસે એ માટે શાળા ખાતે પુસ્તકાલય ચાલે છે. જે પુસ્તકાલયમાં સરકાર તરફથી આવેલ ઘણાં પુસ્તકો છે. એમાં વધારો કરવા અને બાળ ભોગ્ય પુસ્તકો ખરીદવા માટે કડવા પાટીદાર કન્યા છાત્રાલયમાં વર્ષો સુધી ફરજ બજાવી હાલ નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિસિલ એવા નિતાબેન કૈલા પટેલ દ્વારા પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળાઓ માટે પુસ્તકાલયમાં પુસ્તકો વસાવવા માટે રૂપિયા અગિયાર હજારનું અનુદાન આપવામાં આવ્યું છે. સહજાનંદ ટ્રષ્ટ – ભુજ ખાતેથી અવનવા પુસ્તકો ખરીદી પુસ્તકાલયને વધુ સમૃદ્ધ બનાવી છે. નિતાબેનની દાનવીરતાને શાળાના પ્રિન્સિપાલ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા તેમજ શાળા પરિવારે બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.