અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા યુવા મોરબીના આંગણે યુવાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિંગળાજદાનજી નાંદિયાના અધ્યક્ષસ્થાને સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ABCGMY ના રાષ્ટ્રીય – રાજ્ય કક્ષાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના આરંભમાં યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ હિંગળાજદાનજીએ માઁ સોનબાઈ અને ચારણ મહારત્નો ની છબીને પુષ્પવંદના કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી તેઓની સાથે બાબુદાનજી ચારણ (રાષ્ટ્રીય પ્રવક્તા), રાજભા વિજલ (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ), નરપતસિંહજી બારહટ – ભાદરેશ (એંજિનિયર), ભંવરદાનજી મહેડુ (રાષ્ટ્રીય કાર્યાલય સહપ્રભારી), ડૉ. તિર્થંકરજી રોહડિયા (વરિષ્ઠ ઉપાધ્યક્ષ), અમિતભા પાલીયા (પ્રદેશ ઉપાધ્યક્ષ), મુન્નાભાઈ અમોતિયા (રાષ્ટ્રીય મંત્રી), શાંતનુભા ફુનડા (પ્રદેશ મહામંત્રી) સહિતના અગ્રણીઓ જોડાયા હતાં.ત્યારબાદ ABCGMY ના રાષ્ટ્રીય અધ્યક્ષ હિંગળાજદાનજી નાંદિયાએ “સમગ્ર ભારતમાં જિલ્લા અધ્યક્ષમા સૌથી બેસ્ટ કામગીરી મોરબી જિલ્લા અધ્યક્ષશ્રી ડૉ. કિશોરદાન ગઢવી ની છે.” એમ કહી બિરદાવી ABCGMY કાર્યકારિણીની રચના થી માંડીને વિગતે માર્ગદર્શિત કર્યા. કાર્યક્રમના અંતમાં બારહટ પરીવારના તમામ ચારણ રત્નોની ઓળખ આપતા કેલેન્ડર નું વિતરણ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજયભા નાંદણ (જિલ્લા પ્રવક્તા) દ્વારા કરવામાં આવ્યું હતું.દિનેશભા ગુઢડા તથા રમેશભા સોયા એ કાર્યક્રમનું આયોજન કર્યું હતુ.જેમાં પ્રભાતદાન મિસણ, પ્રફુલદાન બારહટ, કિરીટભાઈ બારહટ, તખુભા મહેડુ, વજુભા લાંબા, કેવલદાન બારહટ, જયદીપ મિસણ, કનુભા ગુઢડા, કિશુભા ગુઢડા, હરદેવદાન બારહટ, યુવરાજદાન બારહટ તથા મહિલા પાંખમાંથી નાનબાઈ મારુ (જિલ્લા અધ્યક્ષ), નયનાબા બારહટ (મોરબી તા. અધ્યક્ષ), ભૂમિબેન નાંદણ (જિલ્લા પ્રવક્તા), દેલુબાઈ મારુ (મહામંત્રી), જશુબેન નેચડા (મંત્રી), કમળાબા મિસણ (વરિષ્ઠ માર્ગદર્શક), નાગલબેન મારુ, જશુબા, ગીતાબાઈ વગેરે એ વિશેષ હાજરી આપી હતી.